Blood Pressure Measuring Tips at Home | ઘરે બ્લડ પ્રેશર માપતી વખતે શું ધ્યાન રાખવું?

Jul 16, 2025, 12:36 PM

જોકે હાયપરટેન્શન અથવા બ્લડ પ્રેશર માં ઘણીવાર કોઈ લક્ષણો હોતા નથી, જો સારવાર ન કરવામાં આવે તો તે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

બ્લડ પ્રેશરનું નિયમિત નિરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક ઘરે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરવાની જરૂર પડી શકે છે. જો કે, ઘણા લોકો જાણતા નથી કે તે યોગ્ય રીતે કેવી રીતે કરવું

મુંબઈના સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કાર્ડિયાક સર્જન ડૉ. બિપિન ચંદ્ર ભામરે કહે છે કે 'બ્લડ પ્રેશર તપાસવું સહેલું લાગે છે, પણ તેને યોગ્ય રીતે કરવાથી મોટો ફરક પડી શકે છે.'

ડોકટરે વધુમાં જણાવ્યું,'ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે ખોટી મુદ્રામાં બેસવાથી કે મૂત્રાશય ભરેલું હોવાથી પણ માપ બદલાઈ શકે છે.'

સૌપ્રથમ બ્લડ પ્રેશર માપતા પહેલા ધ્યાન રાખો કે મૂત્રાશય ખાલી રહે, આ ઉપરાંત પાંચ મિનિટ શાંતિથી બેસો, પીઠનો ટેકો ધરાવતી ખુરશીમાં બેસો, તમારા પગ જમીન પર સપાટ રાખો.

તમારા પગ ક્રોસ ન કરો, તમારા હાથને હૃદયના લેવલને, ટેબલ અથવા ઓશિકા પર રાખો અને તેને ટેકો આપો.

ખાતરી કરો કે બ્લડ પ્રેશર કફ યોગ્ય કદનો છે અને તમારા ખુલ્લા હાથ પર યોગ્ય રીતે ફીટ થયેલ છે, ગભરાશો નહીં, શાંત રહેવાનો પ્રયાસ કરો.

માપ લેતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ સુધી વાત કરશો નહીં, કોફી પીશો નહીં અથવા ધૂમ્રપાન કરશો નહીં.

એક મિનિટના અંતરે બે રીડિંગ્સ લો અને બંનેના સરેરાશનો ઉપયોગ કરો. દરરોજ એક જ સમયે તમારા રીડિંગ્સ લેવાથી તમને તમારા હેલ્થનું વધુ સારી રીતે નિરીક્ષણ કરવામાં મદદ મળશે,બ્લડ પ્રેશર માપતી વખતે ઢીલા કપડાં પહેરો.

બ્લડ પ્રેશર રીડિંગ્સ નિયમિતપણે જાણવાથી વ્યક્તિઓ હેલ્ધી ટેવો અપનાવવા અને કસરત, સંતુલિત આહાર અને તણાવ વ્યવસ્થાપન સહિતની તેની લાઇફસ્ટાઇલની પસંદગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત થશે.