Jun 02, 2025
માર્કેટમા વિવિધ પ્રકારની મીઠાઈઓ મળતી હોય છે. જે પૈકી એક બોમ્બે કરાચી હલવો પણ છે.
બોમ્બે કરાચી હલવો દેશમાં પ્રખ્યાત છે. આ હલવો ઘરે સરળ રીતે બનાવી શકાય છે.
ઓછી વસ્તુઓ સાથે આ હલવો ઘરે બનાવવો એકદમ સરળ છે. તો નોંધીલો પરફેક્ટ માપ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી
1 કપ- 125 ગ્રામ મકાઈનો લોટ, 600 ML પાણી, 1.5 કપ ખાંડ, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ, અડધો કપ દેશી ઘી,
1/2 સ્પૂન ઈલાયચી પાઉડર, 1 ટેબલ સ્પૂન ખસખસ, 1 ટેબલ સ્પૂન મેલન સીડ,ફૂડ કલર, પીસ્તા
સૌથી પહેલા એક બાઉલમાં એક કપ મકાઈનો લોટ લેવો તેમાં 600 એમએલ પાણી ઉમેરીને બરાબર મીક્સ કરી દેવું.
ત્યારબાદ એક પેનમાં 1.5 કપ ખાંડ લઈને તેમાં અડધો કપ પાણી ઉમેરીને ચાસણી બનાવી લેવી. આ ચાસણીમાં 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાંખી મીક્સ કરી દેવું.
ત્યારબાદ ધીમી ફ્લેમ પર આ ચાસણીમાં મકાઈના લોટનું મીક્સર ધીમે ધીમે ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું ધ્યાન રહે ચાસણીને સતત હલાવતા રહેવાનું છે.
ધીમે ધીમે મીક્સર ઘટ થશે ત્યારે અડધો કપ દેશી ઘી લેવાનું છે. આ ઘીને પણ ચમચી કરીને ઉમેરતા જવાનું છે. અને હલાવતા રહેવાનું છે.
ઘી સારી રીતે મીક્સ થઈ જાય ત્યારે થોડી વાર પકાવ્યા પછી તેમાં અડધો કપ ઈલાયચી પાઉડર અને ખસખસ, મેલન સીડ અને કલર ફૂડ ઉમેરી સારી રીતે મીક્સ કરવું.
અહીં તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. આ મીક્સમાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી પકાવતા રહેવાનું છે. ઘી છૂટું પડે ત્યારે ગેસ બંધ કરવો.
હવે આ મીક્સરને એક મોલ્ડમાં સેટ થવા માટે મીકી દેવું. ફ્રીજમાં પણ રાખી શકાય. ઠંડું થાય ત્યારે તેના ટૂકડા કાપો. આમ તૈયાર થઈ જશે તમારો બોમ્બે કરાચી હલવો.