Nov 30, 2025
બુંદીના લાડુ ખાવાની મજા આવે છે. આ એકદમ ફેમસ મીઠાઇ છે.
અહીં બુંદીના લાડુ બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનો સ્વાદ તમને એકદમ બજાર જેવો જ આવશે.
ચણાનો લોટ, ઘી અથવા તેલ, ખાંડ, એલાઇચીનો પાઉડર, બેકિંગ સોડા, ઓરેન્જ ફૂડ કલર, કેસર, કાજૂ-બદામ ની કતરણ, મગતરીના બીજ, પાણી.
બુંદીના લાડુ બનાવવા માટે એક વાસણમાં ચણાના લોટને ચાળી લો. હવે તેમાં બેકિંગ સોડા અને એક ચમચી તેલ અને પાણી નાખી પાતળુ બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટરમાં ગઠ્ઠા ન પડી જાય.
બીજી તરફ એક તપેલીમા ખાંડ લો અને તે ડૂબે એટલુ પાણી નાખો. થોડીક ચીકાસ આવે ત્યાં સુધી તેને ગરમ કરી દો.તેમાં એલાયચી, ઓરેન્જ ફૂડ કલર અને કેસર ઉમેરી શકો છો. દોઢ તારની ચાસણી બનાવો.
એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. ત્યાર બાદ બુંદી પાડવાની ચાળણીમાં બેટર નાખવાથી બુંદી જાતે જ પડી જશે. આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખો. જ્યાં સુધી બુંદી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બુંદીને તળી લો.
તળેલી બુંદીને ચાસણીમાં નાખીને બરાબર મિક્સ કરો. જો ચાસણી ઠરી ગઈ હોય તો તેને ગરમ કરી લેવી જેથી બુંદીમાં બરાબર મિક્સ કરી શકાય.
ચાસણીમાં બુંદીને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. હવે મિશ્રણમાં કાજૂ-બદામ ની કતરણ, મગતરીના બીજ ઉમેરી લાડુ બનાવી સર્વ કરી શકો છો.