Dec 02, 2025

શિયાળામાં બનાવો દૂધીનો હાંડવો, હેલ્ધી અને ટેસ્ટી

Ashish Goyal

દૂધીનો હાંડવો

દૂધીનો હાંડવો એક પૌષ્ટિક નાસ્તો છે. શિયાળામાં તેને ખાવો જોઈએ. તે હેલ્ધી અને ટેસ્ટી છે.

Source: social-media

દૂધી હાંડવો રેસીપી

દૂધીનો સ્વાદીષ્ટ હાંડવો તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

દૂધીનો હાંડવો સામગ્રી

દૂધી, રવો, ચણાનો લોટ, આદુ-લસણ પેસ્ટ, તલ, રાઈ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, મીઠો લીમડો, ખાવાના સોડા, ગરમ મસાલો, અજમો, કોથમીર.

Source: social-media

દૂધીનો હાંડવો બનાવવાની રીત, સ્ટેપ 1

દૂધીને છોલીને ધોઈને એક વાસણમાં છીણી લેવી. ત્યારબાદ તેમાં રવો, ચણાનો લોટ, આદુ-લસણ પેસ્ટ, અજમો, મરચાં પાવડર, લીબુંનો રસ, મીઠું, ગરમ મસાલો કોથમીર ઉમેરી લો.

Source: social-media

સ્ટેપ 2

આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને 15 મિનિટ સુધી આ તેને ઢાંકીને એકબાજુએ મૂકી દો.

Source: social-media

સ્ટેપ 3

આ પછી તેમાં દહીં અને તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેની ઉપર 2 ચપટી સોડા અને ઉપર 1 ચમચી પાણી નાખીને મિક્સ કરી લો. મિશ્રણ થોડું ઢીલું હોવું જોઈએ.

Source: social-media

સ્ટેપ 4

ઢોકળા બાફીએ તે રીતે વાસણમાં પાણી ઉમેરી દો અને ગેસ પર ગરમ થવા મૂકી દો. એક થાળીમાં તેલ ચોપળીને આ ખીરુ તેમાં પાથરી દો.

Source: social-media

સ્ટેપ 5

આ થાળીને ઢોકળાના વાસણમાં રીંગ પર મૂકીને વાસણ ઢાંકી દો અને ગેસની મધ્યમ આંચે 15-20 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ તેમાં ચપ્પૂ નાખીને તપાસી લો.

Source: social-media

દૂધીનો હાંડવો તૈયાર

જો ચપ્પૂમાં મિશ્રણ ચોંટ્યું ન હોય તો દૂધીનો હાંડવો તૈયાર છે. હવે તેના તમે યોગ્ય રીતે કટકા કરી લો.

Source: social-media

સર્વ કરો

એક કડાઇ તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તલ, મીઠા લીમડાના પાન વઘારીને તેમાં હાંડવાના પીસ ગોઠવી દો. ગેસની મધ્યમ આંચે બંને બાજુએથી શેકી લો.

Source: social-media

Source: social-media