તેલમાં તળ્યા વગર બ્રેડ પકોડા બનાવવાની પરફેક્ટ રીત

Jun 04, 2025, 03:01 PM

બ્રેડ પકોડા રેસીપી

બ્રેડ પકોડા નાસ્તા માટે પ્રખ્યાત વાનગી છે. બ્રેડ, બાફેલા બટાકાના ચણાના લોટમાંથી બ્રેક પકોડા તેલમાં તળીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તળેલી ચીજ ખાવાનું ટાળે છે. જો તમને બ્રેક પકોડા ખાવા છે પણ તળ્યા વગરના તો અહીં ઓઇલ ફ્રી બ્રેડ પકોડા બનાવવાની સરળ રીત આપી છે.

બ્રેડ પકોડા માટે સામગ્રી

બ્રેડ, ચણાનો લોટ, બાફેલા બટાકા, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ચાટ મસાલા, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ, તેલ, રાઇ, મીઠો લીમડો, ઇનો અથવા બેકિંગ સોડા

બ્રેડ પકોડાનું સ્ટફિંગ

સૌથી પહેલા બટાકા બાફી લો, એક કડાઇમાં તેલ ગરમ કરી મીઠો લીમડો અને રાઇનો તડકો લગાવો. પછી બાફેલા બટાકા, હળદર અને લાલ મરચા પાઉડર, ચાટ મસાલા પાઉડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બ્રેડ પકોડાનું સ્ટફિંગ તૈયાર કરો.

ચણાનો લોટનું ખીરું

એક બાઉલમાં ચણાના લોટમાં મીઠું, ઇનો કે બેકિંગ તેલ સાથે પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. એક વાતનું ધ્યાન રાખો આ વાનગી માટે ચણાના લોટનું ખીરું ભજીયાના ખીરા કરતા સહેજ જાડું રાખવું.

તીખી અને ખાટી મીઠી ચટણી બનાવો

બ્રેડ પકોડાની અંદર લગાવવા માટે મિક્સર જારમાં લીલા મરચા, ફુદીનો, કોથમીર અને જીરું નાંખી સ્મૂધ ચટણી બનાવો. ગોળ અને આમલી પાણીમાં ઉકાળીને ખાટી મીઠી ચટણી તૈયાર કરો.

બ્રેડની કિનારી કટ કરો

ચાકુ વડે બ્રેડની ચારે બાજુની બ્રાઉન કિનારી કાપી લો. હવે બ્રેડને ત્રિકોણ આકારમાં વચ્ચેથી બે ભાગમાં કાપો.

બ્રેડમાં સ્ટફિંગ કરો

બ્રેડની એક બાજુની સ્લાઇસ પર તીખી ચટણી લગાવી તેના પર બટાકાના મસાલાનું સ્ટફિંગ કરો. હવે બીજી બ્રેડ પર ખાટી મીઠી ચટણી લગાવી સ્ટફિંગ કરેલી બ્રેડ ઉપર મૂકો.

નોન સ્ટીક તવી ઉપર શેકો

ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ કરો. જો નોન સ્ટીક પેન ન હોય તો લોખંડની તવી પણ વાપરી શકાય છે.

બ્રેડ શેકો

સ્ટફિંગ કરેલી બ્રેડ ચણાના લોટના ખીરુંમાં બરાબર ડુબાડી નોન સ્ટીક પેન પર શેકો. બ્રેડને શેકવા માટે નોન સ્ટીક તવી પર તેલ લગાવી શકાય છે. બ્રેડ બંને બાજુથી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી.

ઓઇલ ફ્રી બ્રેડ પકોડા

તેલમા તળ્યા વગર ઓઇલ ફ્રી ટેસ્ટી અને હેલ્ધી બ્રેડ પકોડા તૈયાર છે. લીલી ચટણી અને લાલ ચટણી સાથે બ્રેડ પકોડા ખાવાની મજા પડશે.