ટેસ્ટી બ્રેડ પકોડા રેસીપી, વરસાદની સિઝનમાં મજા આવશે

Jun 25, 2025, 08:17 PM

વરસાદી સિઝન

વરસાદ શરુ થઇ ગયો છે અને આવા વાતાવરણમાં ગરમાગરમ ચટપટી વાનગી ખાવાની મજા આવે છે.

બ્રેડ પકોડા રેસીપી

આ સિઝનમાં તમે ટેસ્ટી બ્રેડ પકાડો ઘરે બનાવીને ખાઇ શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

બ્રેડ પકોડા સામગ્રી

બ્રેડની સ્લાઇસ, તેલ, બાફેલા બટાકા, લીલું મરચું, કોથમીર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું, બેસન, ચોખાનો લોટ, બેકિંગ સોડા, પાણી.

બ્રેડ પકોડા બનાવવાની રીત - સ્ટેપ 1

સૌ પ્રથમ બટાકા બાફી લો અને આ બાફેલાં બટાકાની છાલ ઉતારી નાખો. તેને ક્રશ કરી લો અને એક બાઉલમાં નાખો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આમચૂર પાઉડર, સમારેલું લીલું મરચું, સમારેલી કોથમીર, ગરમ મસાલો અને મીઠું નાખો. પછી તેને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ 2

ખીરું બનાવવા માટે એક કથરોટમાં બેસન, ચોખાનો લોટ, ચપટી બેકિંગ સોડા, ટીસ્પૂન લાલ મરચું પાઉડર, મીઠું અને નાખો. તેને બરાબર હલાવીને મિક્સ કરી લો. ખીરું વધારે ઘાટું કે વધારે પાતળું હોવું જોઈએ નહીં.

સ્ટેપ 3

ત્યારબાદ બ્રેડની એક સ્લાઇસ લો અને તેની ઉપર બટાકાનો મસાલો એકસરખો ફેલાવી દો. તેની ઉપર બ્રેડની બીજી સ્લાઇસ મુકો. આ પછી તેને બે ત્રિકોણ ટૂકડામાં કાપી લો. આવી રીતે બધાં પકોડા બનાવી લો.

સ્ટેપ 4

દરેક ત્રિકોણ ટૂકડાને ખીરામાં ડુબોળી દો. તેને બધી બાજુથી સારી રીતે ખીરામાં ડુબોળી દો જેથી તેની ઉપર એકસરખુ ખીરું લાગી જાય.

સ્ટેપ 5

એક કડાઈમાં ધીમી આંચ ઉપર પકોડા તળવા માટે તેલ ગરમ કરો. પકોડાને તેલમાં નાંખી દો. તેની નીચેની સપાટી આછી સોનેરી થાય ત્યાં સુધી તળો.

સ્ટેપ 6

તેને પલટાવો અને બીજી સપાટી ક્રિસ્પી અને આછી સોનેરી થાય ત્યાં સુધી તળો. તેને બધી બાજુથી આછી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બન્ને બાજુથી તળી લો.

બ્રેક પકોડા તૈયાર

આ પછી તેને તેલમાંથી કાઢો અને એક પ્લેટમાં રાખો. આવી રીતે બધાં પકોડા તળી લો અને ગરમ ગરમ પીરસો. તેને ચટણી, સોસ કે ચા સાથે સર્વ કરી શકો છો.