5-6 બ્રેડ સ્લાઈસ ક્યુબ્સમાં કાપેલ, 2 ટેબલસ્પૂન તેલ, 1 બારીક સમારેલું ડુંગળી, બારીક સમારેલું 1 લીલું મરચું, 1/4 કપ ગાજર બારીક સમારેલ, 1/4 કપ વટાણા, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1/3 ચમચી ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું, મીઠા લીમડાના પાન, કોથમી બારીક સમારેલી
એક કડાઈમાં તેલ ગરમ કરો. મીઠો લીમડો, ડુંગળી અને લીલા મરચાં ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
હવે ગાજર અને વટાણા ઉમેરો અને થોડીવાર સાંતળો. હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
સમારેલા બ્રેડના ટુકડા ઉમેરો અને ધીમેધીમે મિક્સ કરો. ઢાંકીને 2-3 મિનિટ સુધી રાંધો જેથી બ્રેડ મસાલા શોષી લે. કોથમીરથી ગાર્નિશ કરીને પીરસો.