Breakfast Recipe : સવારે નાસ્તમાં બનાવો પૌષ્ટિક મિલેટ પૌઆ, જાણો ખાસ રેસીપી

May 27, 2024, 04:00 PM

નાસ્તો

સવારે રોજ રોજ નાસ્તમાં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે, આપણે ઝડપી બની જાય એવા ઓપ્શન પસંદ કરીયે છીએ, સિંધી કોકી માત્ર 7-10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.

જુવાર ફાયદા

જુવાર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ડાયેટરી ફાઇબરથી ભરપૂર છે જે વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે

જુવાર ડાયાબિટીસને પણ નિયંત્રિત કરે છે. કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમની પુષ્કળ માત્રાથી ભરપૂર, આ ખનિજો હાડકાંને મજબૂત બનાવે .

આરોગ્ય સુધારે

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને રોગોને દૂર રાખે છે. અને જુવારમાં વિટામિન, નિયાસિન, ફોલેટ અને રિબોફ્લેવિન પણ નોંધપાત્ર માત્રામાં હોય છે જે એકંદર આરોગ્ય સુધારવા માટે જાણીતા છે.

જુવાર પૌઆ

શું તમે ક્યારેક મિલેટ પૌઆ ટ્રાય કર્યા છે, અહીં મિલેટમાં આવતા જુવાર પૌઆની રેસીપી શેર કરી છે. જાણો પૌષ્ટિક રેસીપી

સામગ્રી

આખી રાત પલાળેલી 1 બાઉલ જુવાર, મીઠું હળદર પાઉડર, વઘાર માટે ચપટી રાઈ, 1/2 હિંગ, 1 સમારેલ ડુંગળી, 1 સમારેલ લીલું મરચું, 1 સમારેલ ગાજર, 1 ટામેટું, ચપટી લાલ મરચું પાઉડર, ચપટી હળદર પાઉડર, ચપટી મીઠું, લીંબુનો રસ અને ગાર્નિશિંગ માટે દાડમ

મેથડ

સૌ પ્રથમ આખી રાત પલાળેલી જુવારને સવારે કુકરમાં 2 સીટી થાય ત્યાં સુધી કુક કરો. બાફવામાં તેમાં ચપટી મીઠું, જરૂર મુજબ પાણી અને હળદર પાઉડર એડ કરવો

જુવાર પૌઆ રેસીપી

ત્યારબાદ શાકભાજીમાં ડુંગળી, ટામેટું, લીલું મરચું, ગાજર બધું જીણું સમારી લો. પેનમાં તેલ ગરમ કરી વઘાર મુકો.

જુવાર પૌઆ રેસીપી

પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ નાખો, રાઈ તતડે એટલે તેમાં હિંગ, ડુંગળી, ટામેટું, લીલું મરચું, છીણેલું આદુ અને ગાજર નાખો. બધું પ્રોપર કુક થવા દો.

સર્વિંગ

કુક થઇ જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર ઉમેરો અને મિક્ષ કરો. હવે તેમાં લીંબુનો રસ નાખો. અને દાડમથી ગાર્નિશ કરી ગરમ ગરમ નાસ્તમાં સર્વ કરો.

Breakfast Recipe : 5 મિનિટમાં બનાવો પાવર પેક્ડ બ્રેકફાસ્ટ, જાણો પ્રોટીન ભેળની રેસીપી