હેલ્ધી ફૂડનો અર્થ એ નથી કે તે બોરિંગ હોવું જોઈએ અને ખાવાનું મન પણ ન થાય. હેલ્થી અને સાથે ટેસ્ટી પણ હોય એવી ઈડલી શિલ્પા શેટ્ટીએ બ્રેકફાસ્ટમાં ખાય છે, જાણો રેસીપી
2 કપ શેકેલા ઓટ્સ, ½ કપ સોજી, 1 કપ દહીં, 1 કપ છીણેલું ગાજર, ¼ કપ સમારેલી કોથમીર, ½ ટીસ્પૂન હળદર પાવડર, 1½ બારીક સમારેલા લીલા મરચા, ½ ફ્રુટ સોલ્ટ, પાણી માટે જરૂર મુજબ
1½ ચમચી - નાળિયેર તેલ અથવા રેગ્યુલર કુકીંગ ઓઇલ, ચપટી રાઈ, ½ ટીસ્પૂન અડદની દાળ, ½ ટીસ્પૂન ચણાની દાળ, 4-5 મીઠા લીમડાના પાન
એક બાઉલમાં શેકેલા ઓટ્સ લો. એમાં સોજી, દહીં, ગાજર અને કોથમીર ઉમેરો. હવે હળદર પાવડર ઉમેરો પાવડર અને લીલા મરચા અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
હવે બેટરમાં ફ્રુટ સોલ્ટ નાખીને મિક્સ કરો. જ્યાં સુધી તમને ઇડલી બેટર માટે યોગ્ય ન લાગે ત્યાં સુધી પાણી ઉમેરતા રહો અને સારી રીતે મિક્ષ કરતા રહો.
પછી ઈડલીના કુકર થોડું તેલ ગ્રીસ કરો પછી એમાં બેટર રેડો અને તેને લગભગ 10-12 મિનિટ સુધી સ્ટીમ થવા દો. સ્ટીમ થાય એટલે વાસણમાં લઈને ઠંડી થવા દો.
એક પેનમાં તેલ ગરમ કરો અને રાઈ નાખો, રાઈ તતડે એટલે એમાં અડદની દાળ અને ચણાની દાળનો વઘાર કરો, ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન અને હિંગ નાખો.
વઘાર થઇ જાય એટલે વઘાર તૈયાર બધી ઈડલી પર રેડો, અને સંભાર, ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરો.