સવારે રોજ રોજ નાસ્તમાં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે, આપણે ઝડપી બની જાય એવા ઓપ્શન પસંદ કરીયે છીએ, સિંધી કોકી માત્ર 7-10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.
અહીં ખાસ બેસન ઓટ્સ ચિલ્લાની રેસીપી શેર કરી છે જે પ્રોટીન પેક્ડ બ્રેકફાસ્ટ છે. દિવસ દરમિયાન એનર્જી ટકવાનું કામ કરશે આ રેસીપી.
2 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ઓટ્સ, 2 વાટકી સોજી, 100 ગ્રામ પનીર, 2 ટામેટા, 2 લીલા મરચા, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, આખું જીરું, અને કોથમીર.
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ઓટ્સ, 2 વાટકી સોજી, 100 ગ્રામ પનીર, 2 ટામેટા, 2 લીલા મરચા, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, આખું જીરું, અને કોથમીર બધુજ જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો.
હવે 2 મિનિટ માટે ઢાંકીને મુકો. ત્યારબાદ પેન ગરમ કરીને ચિલ્લાનું બેટર નાખો. તમને ફાવે તે સાઈઝના ચિલ્લા ઉતારો. સહેજ તેલ નાખી તેને બન્ને સાઈઝ કુક થવા દો.
ચિલ્લા બન્ને સાઈઝ કુક થઇ જાય એટલે ગરમ ગરમ કોઈ ચટણી, દહીં અથવા તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો.
આ ચિલ્લામાં પનીર અને ચણાનો લોટ હોવાથી પ્રોટીન ઇન્ટેક મળી રહેશે. વેઇટ લોસ કરતા લોકો માટે આ પરફેક્ટ બ્રેકફાસ્ટ છે.