Breakfast Recipe : 5 મિનિટમાં બનાવો પાવર પેક્ડ બ્રેકફાસ્ટ, જાણો પ્રોટીન ભેળની રેસીપી

May 26, 2024, 07:06 PM

નાસ્તો

સવારે રોજ રોજ નાસ્તમાં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે, આપણે ઝડપી બની જાય એવા ઓપ્શન પસંદ કરીયે છીએ, સિંધી કોકી માત્ર 7-10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.

બ્રેકફાસ્ટ ઈન 5 મિનિટ

અહીં બ્રેકફાસ્ટ ઈન 5 મિનિટ સિરીઝમાં અગાઉ બેસન ઓટ્સ ચિલ્લાની રેસીપી શેર કરી હતી, આજે અહીં ખાસ પ્રોટીન ભેળની રેસીપી શેર કરી છેજે પૌષ્ટિક નાસ્તો છે, જાણો રેસીપી

સામગ્રી

1 વાટકી બાફેલા અથવા ફળગાવેલા મગ,1/4 કપ ડુંગળી, 1/3 કપ ટામેટા, 1/3 કપ બાફેલા બટેટા, લીલા મરચા, કોથમીર, 2 ચમચી શેકેલી મગફળી, મીઠું, ચાટ મસાલો, મીઠી આમલીની ચટણી, મસાલેદાર ફુદીનાની ચટણી,1/2 કપ મમરા

પ્રોટીન ભેળ રેસીપી

સૌ પ્રથમ મગને બાફીને લો. તેમાં સમારેલ ડુંગળી, ટામેટા, બાફેલા બટેટા, લીલા મરચા, કોથમીર, શેકેલી મગફળી, મીઠું, ચાટ મસાલો, મીઠી આમલીની ચટણી, મસાલેદાર ફુદીનાની ચટણી અને મમરા ઉમેરી પ્રોપર મિક્ષ કરો

સર્વિંગ

મિક્ષ થઇ જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

નોટ

પ્રોટીન ભેળમાં તમે તમારા મનપસંદ કઠોળ બાફીને ઉમેરી શકો છો. વેઇટ લોસમાં આ ભેળ અસરકારક સાબિત થાય છે.

Breakfast Recipe : પ્રોટીનથી ભરપૂર છે આ નાસ્તો, ઝટપટ તૈયાર થશે ચિલ્લા, જાણો રેસીપી