સવારે જિમ કર્યા પછી અથવા ઘરે વર્ક આઉટ કર્યા પછી મોટાભાગના લોકો મોંઘાદાટ પ્રોટીન પાઉડર પીવે છે. પરંતુ તમે ઘરે બનાવેલ આ સ્મુધી તમારી પ્રોટીન ઇન્ટેક પુરી કરશે. જાણો ખાસ રેસીપી
1 કપ સત્તુ પાઉડર અથવા શેકેલા ચણાનો પાઉડર, 4-5 ખજૂર,2 કેળા, 1 ચમચી ગોળ અને 1 મુઠી ડ્રાયફ્રૂટ્સ
સૌ પ્રથમ સત્તુ પાઉડર અથવા શેકેલા ચણાનો પાઉડર, ખજૂર, ડ્રાય ફ્રૂટ્સ, કેળા અને ગોળને સારી રીતે મિક્ષર બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો.
સારી રીતે બ્લેન્ડ થઇ જાય એટલે સ્મુધીને એક ગ્લાસમાં લઇ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.
સ્મુધીમાં રહેલ ખજૂર નેચરલ સુગરનું કામ કરે છે, દિવસ દરમિયાન મૂડને સુધારવામાં મદદ કરે અને પાચનને લગતી સમસ્યામાં રાહત આપે છે.
વર્કઆઉટ પછી તરત જ કેળા ખાવાથી સ્નાયુઓ બનાવવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં, કેળા ગ્લાયકોજેન પ્રોડક્શનમાં મદદરૂપ થાય છે. આનાથી શરીરને તાત્કાલિક સ્નાયુ નિર્માણમાં મદદ મળે છે.