કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાથી લઈને ઇમ્યુનીટી વધારવા અનેક ફાયદા ધરાવે છે રીંગણ, જાણો અન્ય ફાયદા
Feb 02, 2023
shivani chauhan
રીંગણમાં ફાઈબર હોય છે જે પાચન સંબંધી તકલીફ દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે. એવામાં જો તમે ગેસ, કબજિયાત, એસીડીટીની તકલીફથી પરેશાન છો તો રીંગણનું સેવન કરવું ફાયદાકારક રહેશે.
રીંગણ વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી ઇમ્યુનીટી મજબૂત થાય છે. શિયાળાની ઋતુમાં રીંગણનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેકશનનું જોખમ ઘટે છે.
રીંગણમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, એવામાં તેનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.
ફાઇબરથી ભરપૂર રીંગણ બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઓછું થઇ જાય છે.
શિયાળાની ઋતુમાં રીંગણનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. રીંગણમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોઈ છે.
આયર્નથી ભરપૂર રીંગણ હિમોગ્લોબીનની ઉણપમાં મદદગાર સાબિત થાય છે. તેનું સેવન હિમોગ્લોબીન વધારે છે.