શું કાચું કેમલ મિલ્ક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે?
Mar 04, 2023
Ajay Saroya
ડાયાબિટીસના દર્દીઓને જમવા બાબતે ઘણા નિયંત્રણો અને હેલ્થી લાઈફ સ્ટાઇલની ભલામણો કરવામાં આવે છે બધાનો હેતુ બ્લડ સુગરના સ્તરને કંટ્રોલમાં રાખવાનો છે.
નિષ્ણાંતોના મતે, કોઇપણ કડક ફેરફારો કરવાને બદલે વ્યક્તિએ અમુક નાના છતાં નોંધપાત્ર ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે તેમની સંપૂર્ણ તંદુરસ્તીમાં મોટો ફેરફાર લાવવામાં મદદ કરી શકે છે.
જો કે, આવા ઘણા બધા ફેરફાર કરવા અને ન કરવાની મૂંઝવણ વચ્ચે શું તમે ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંટના દૂધના ફાયદાઓ વિશે જાણો છો?
અંશુ ચતુર્વેદીએ જણાવ્યું કે, ગાયના દૂધ કરતા તદ્દન વિપરીત ઊંટના દૂધમાં "કાર્બોહાઇડ્રેટ્સની માત્રા ઓછી હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકરાક બને છે.
લેક્ટોઝનું ઓછું પ્રમાણ, બ્લડ સુગરનું લેવલ વધારો કરવા માટે જવાબદાર હોય છે.
તેમણે ઉમેર્યું કે, ટાઈપ 1 અને 2 બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ માટે ઊંટના દૂધનું સેવન ઘણુ ફાયદાકારક છે.