તમારા મૂડને અપલીફ્ટ કરવા માટે આ ફિટનેસ ડ્રિલ કરો, ઊંઘ સારી આવશે

Jan 31, 2023

shivani chauhan

સરળ કાર્ડિયો પ્રવૃત્તિ વ્યક્તિને સક્રિય અને ફિટ રાખવામાં મદદ કરવા ઉપરાંત, તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે.

એક્સપર્ટસના મત અનુસાર, ફિટનેસ ડ્રિલ  તણાવપૂર્ણ દિવસ પછી તમારા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે.

15 મિનિટની વર્કઆઉટ કરવાથી તમારો મૂડ અપલીફ્ટ થાય છે તણાવ દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.

તમે આ કાર્ડીયો વર્ક આઉટ કરી શકો છો, 1) કવીક લેગ્સ  — દરેક 30 સેકન્ડના 3 સેટ  2) સ્ક્વોટ અને જમ્પ — દરેક 10 ના 3 સેટ 3) માઉન્ટ કલાઈમ્બર્સ  - ત્રણના 2 સેટ  હાઈ કિક્સ  - દરેક 20 ના 2 સેટ  બટ કિક્સ — દરેક 30 ના 2 સેટ 

એક્સપર્ટે સૂચન કર્યું કે,  "જો તમને ભૂખ લાગી હોય અને ઉર્જા ઓછી હોય તો વર્ક આઉટ શરૂ કરતા પહેલા  લીંબુ પાણી, 1/2 કેળું, નારંગી અથવા કંઈક ખાઈ શકો છો.

કાર્ડિયો શ્વસન શક્તિને સુધારવામાં મદદ કરે છે, આ ઉપરાંત  તણાવ અને હતાશ ઓછી કરવામાં મદદ કરે છે.

આ કસરતમાં પગ ઝડપથી ચાલે છે તેથી ઓક્સિજનનો વધુ સારો પ્રવાહ તરફ દોરી જાય છે, વધારાની કેલરી બર્ન થાય છે અને કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટે છે જે આખરે તણાવમાં રાહત તરફ દોરી જાય છે.