Chana Dal vada Recipe : વરસાદી માહોલમાં બ્રેકફાસ્ટમાં ચા સાથે ચણા દાળ વડા ઘરે બનાવો, જાણો રેસીપી

Jul 29, 2024, 04:17 PM

ચોમાસાના વરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું અને ક્રિસ્પી ગરમ ફરસાણ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે ઘરે ચણા દાળના ટેસ્ટી વડા બનાવો, જલ્દી તૈયાર થઇ જશે, જાણો ખાસ રેસીપી

સામગ્રી

1 કપ ચણાની દાળ, 2 લીલા મરચાની પેસ્ટ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1/2 આદુની પેસ્ટ, 3-4 મીઠા લીમડાના પાન, 1 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર, 1/2 ચમચી જીરું, 1 ચમચી પલાળેલી ચણાની દાળ, 1 નાની વાટકી સમારેલી કોથમીર

ચણા દાળ વડા રેસીપી

સૌ પ્રથમ ચણાની દાળને પાણીમાં 3 કલાક માટે પલાળીને રાખો. ત્યારબાદ નેને મિક્ષર ગ્રાઈન્ડરમાં ક્રશ કરી નાખો.

ચણા દાળ વડા રેસીપી

પેસ્ટ તૈયાર કર્યા બાદ એમાં લીલા મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, આદુની પેસ્ટ, મીઠા લીમડાના પાન, હિંગ ઉમેરીને મિક્ષ કરો.

ચણા દાળ વડા રેસીપી

પેસ્ટ તૈયાર કર્યા બાદ એમાં લીલા મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, આદુની પેસ્ટ, મીઠા લીમડાના પાન, હિંગ ઉમેરીને મિક્ષ કરો.

ચણા દાળ વડા રેસીપી

ત્યારબાદ ચમચી હળદર પાઉડર, ચમચી લાલ મરચું પાઉડર, ચમચી ધાણા જીરું પાઉડર, ચમચી જીરું, ચમચી પલાળેલી ચણાની દાળ અને નાની વાટકી સમારેલી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્ષ કરો.

ચણા દાળ વડા રેસીપી

બધું મિક્ષ કર્યા બાદ તેના હાથથી તેના વડા તૈયાર કરો,વડા તૈયાર થઇ જાય એટલે એક મોટા પાત્રમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે બધા વડાને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તળ્યા બાદ એક સર્વિંગ પ્લેટમાં કાઢીને ગરમ ગરમ વડાને ચા સાથે સર્વ કરો.

Kantola Sabji Recipe : કંટોલા સ્વાસ્થ્ય માટે ગુણકારી, લસણ ડુંગળી વગર પણ બનશે તેની સબ્જી ટેસ્ટી, જાણો રેસીપી