ચણા જોર ગરમ, 2 સમારેલ ડુંગળી, 2 સમારેલ ટામેટા, 1/2 લાલ મરચું પાવડર, 1/2 ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું, કોથમીર અને લીંબુનો રસ
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણા જોર ગરમ નાખો. તમે તમારા ટેસ્ટ મુજબ એમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો.
2 મીડીયમ સાઈઝની ડુંગળી સમારો, 2 મીડીયમ સાઈઝના ટામેટા સમારી લો.
હવે ચણા જોર ગરમને સારી રીતે મિક્ષ કરો તેમાં થોડું લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, સ્વાદાનુસાર મીઠું નાખો.
મીઠું નાખ્યા બાદ તેમાં કોથમીર અને લીંબુનો રસ નાખી ફરી મિક્ષ કરીને એક ડીશમાં સર્વ કરો.