Oct 04, 2025
1 કપ બેસન, જરૂર મુજબ પાણી, 1 મધ્યમ સમારેલી ડુંગળી, 1 મધ્યમ સમારેલી કેપ્સિકમ, 1 મધ્યમ સમારેલી ટામેટા, 2 સમારેલ લીલા મરચાં
સમારેલ ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, 1 ચમચી ઘી, બ્રેડના ટુકડા, ચીઝના ટુકડા, લીલી ચટણી
એક બાઉલમાં બેસન અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. બધા સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરો.
સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો, થોડી વાર માટે તેને રેસ્ટ આપો જેથી બધી સામગ્રી સારી રીતે મિક્ષ અપ થઇ જાય.
પેન પર થોડું ઘી લગાવો, બ્રેડના ટુકડાને બેસનના બેટર પર ડુબાડો. બંને બાજુથી કુક કરો.
એક બાજુ ચટણી લગાવો અને ઉપર ચીઝનો ટુકડો મૂકો, બીજી બ્રેડથી ઢાંકી દો.
હવે ચીઝ બેસન ટોસ્ટને 2 મિનિટ કુક કરો થઇ જાય એટલે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.