Sep 05, 2025
10-12 સમોસા શીટ, 1 કપ બાફેલી મકાઈ, 1/2 કપ મોઝેરેલા ચીઝ, 2 લીલા મરચાં, 2 ચમચી કોથમીર, મીઠું - સ્વાદ મુજબ, 1/4 ચમચી કાળા મરી પાવડર, તેલ - તળવા માટે
એક બાઉલમાં બાફેલી મકાઈ, મોઝેરેલા ચીઝ, લીલા મરચાં, લીલા ધાણા, મીઠું અને મરી મિક્સ કરો.
સમોસાની શીટ લો અને તેને ત્રિકોણ આકારમાં કાપો.
દરેક શીટ પર 2 ચમચી સ્ટફિંગ મિશ્રણ મૂકો.પાણીની મદદથી કિનારીઓને સારી રીતે સીલ કરો.
મધ્યમ તાપ પર તેલ ગરમ કરો અને સમોસાને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
તળેલા સમોસાને કિચન પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય, ગરમાગરમ ચીઝ કોર્ન સમોસા સર્વ કરો.