ચીઝ સેન્ડવીચ રેસીપી, બાળકો બહારની ભૂલી જશે !

Apr 29, 2025, 04:17 PM

પીગળેલા ચીઝનો સ્વાદ અને સેન્ડવિચ એકસાથે એક ખાસ સ્વાદ ધરાવે છે. બ્રેડની વચ્ચે જ્યારે તમને મેલ્ટેડ ચીઝ અને સેન્ડવીચનો સ્વાદિષ્ટ સ્વાદ મળે તો બાળકોને મજા પડે.

ચીઝ સેન્ડવિચ ચોક્કસપણે દરેકને પસંદ ભાવે છે, બાળકોના વેકેશનમાં તેઓ કંઈક અલગ નાસ્તો માંગે તો આ સરળ ચીઝ સેન્ડવીચનો બેસ્ટ વિકલ્પ ઓપ્શન છે. જાણો ચીઝ સેન્ડવિચ રેસીપી

સામગ્રી

બ્રેડ સ્લાઇસ, ચીઝના ટુકડા, મેયોનેઝ સોસ (સ્વાદ મુજબ), સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી પાઉડર, કોથમીર (ઓપ્શનલ)

ચીઝ સેન્ડવીચ રેસીપી

સૌ પ્રથમ, એક બાઉલમાં મેયોનેઝ, મીઠું અને મરી પાઉડર સારી રીતે મિક્સ કરો.

ચીઝ સેન્ડવીચ રેસીપી

હવે આ તૈયાર કરેલી ચટણીને બે બ્રેડના ટુકડા પર સારી રીતે ફેલાવો. બંને સ્લાઇસ પર સમાનરૂપે સોસ લગાવો.

ચીઝ સેન્ડવીચ રેસીપી

એક સ્લાઇસ પર કોથમીર નાખો હવે તેના પર ચીઝના ટુકડા મૂકો. બીજી બ્રેડ સ્લાઈસ, મેયોનેઝ બાજુ નીચે રાખીને, પહેલી સ્લાઈસ પર મૂકો જેથી ચીઝ સારી રીતે ઢંકાઈ જાય.

ચીઝ સેન્ડવીચ રેસીપી

હવે જો તમે ઇચ્છો તો સેન્ડવીચની કિનારીઓ કાપી શકો છો, જેનાથી સેન્ડવીચ વધુ આકર્ષક દેખાશે તો તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝ સેન્ડવિચ.

ધગધગતી ગરમીમાં આપશે ઠંડક આ શરબત, સરળ કોકમ શરબત રેસીપી