કેમિકલ ફ્રી ફ્રૂટ જામ ઘરે જ બનાવો, બાળકો બહારનું ભૂલી જશે!

May 08, 2025, 02:20 PM

ફ્રૂટ જામ (Fruit jam) એક મીઠી અને સ્વાદિષ્ટ વાનગી છે જે બાળકો અને પુખ્ત વયના લોકો બંને ખૂબ જ પ્રેમથી ખાય છે.

ઘણીવાર બજારમાં મળતા જામમાં રસાયણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી.

ફ્રૂટ જામ બાળકોથી લઈને મોટા બધાને ભાવે છે. અહીં કેમિકલ ફ્રી ઘરે ફ્રૂટ જામ બનાવવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફ્રૂટ જામ માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. કેમિકલ ફ્રી ફ્રૂટ જામ બનાવાની રીત

ફ્રૂટ જામ રેસીપી સામગ્રી

2 કપ સમારેલા તાજા ફળ સમારેલા (કેરી, સ્ટ્રોબેરી, સફરજન, પપૈયા, અથવા દ્રાક્ષ), 1 કપ ખાંડ, 2 ચમચી લીંબુનો રસ, 1 કપ પાણી

ફ્રૂટ જામ રેસીપી

સૌ પ્રથમ, એક વાસણમાં ફળો, ખાંડ અને પાણી નાખો અને તેને ધીમા તાપે પાકવા દો. પછી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.

ફ્રૂટ જામ રેસીપી

જ્યારે ફળ નરમ થઈ જાય, ત્યારે તેને મેશરની મદદથી મેશ કરતા રહો. હવે તેના પર લીંબુનો રસ ઉમેરો.

ફ્રૂટ જામ રેસીપી

હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો. આ પછી જામ તૈયાર છે કે નહીં તે તપાસવા તેમાંથી થોડું પ્લેટમાં રેડો અને તેને ચેક કરો. જો જામ ચોંટી જાય તો તમારો જામ તૈયાર છે. હવે તૈયાર કરેલા જામને ઠંડુ થવા દો અને તેને ચોખ્ખી કાચની બરણીમાં ભરી દો.

કુરકુરે જેવા ક્રિસ્પી ડુંગળી પકોડાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી