છોલે ભટુરે રેસીપી, ઠંડકવાળા વાતાવરણમાં ટેસડો પડી જશે

Jul 02, 2025, 09:50 PM

છોલે ભટુરે રેસીપી

છોલે ભટુરે ભારતભરમાં એક પ્રખ્યાત ડિશ છે. આ વાનગી મોટાભાગના લોકો મોજથી ખાય છે.

ઘરે બનાવો

વરસાદના ઠંડકભર્યા વાતાવરણમાં છોલે ભટુરે ખાવાની મજા આવે છે. અહીં ઘરે બનાવવા માટે તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

છોલે ભટુરે બનાવવાની સામગ્રી

સફેદ મોટા ચણા, તજ, લવિંગ, તમાલપત્ર, મીઠું, આદુ, મરચાં, લસણની પેસ્ટ, ટામેટા, ડુંગળી, હળદર, લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ, પંજાબી છોલે મસાલો, જીરૂ, તેલ, લીંબુનો રસ, કોથમીર, મેંદો, ઘઉંનો લોટ, સોજી, દહીં, બેકિંગ પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ.

છોલે ભટુરે બનાવવાની રીત, સ્ટેપ 1

ચણાને સારી રીતે ધોઈ 8-9 કલાક પાણીમાં પલાળી દો. પછી કુકરમાં પાણી લઈ તેમાં પલાળેલા ચણા, મીઠું, તજ, લવિંગ, તમાલપત્ર નાખી ૪-૫ સીટી વગાડીને બાફી લો. ચણા ને ચારણીમાં નીતારી લો.

સ્ટેપ 2

હવે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી જીરું નાખો પછી આદુ, મરચાં, લસણની પેસ્ટ, સુધારેલ ડુંગળી નાખી સાંતળો.

સ્ટેપ 3

આ પછી હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું, પંજાબી છોલે મસાલો નાખી સારી રીતે મિક્સ કરો. આ પછી ટામેટાં પ્યુરી અને મીઠું નાખી તેલ ઉપર આવે ત્યાં સુધી ઢાંકીને ચડવા દો.

સ્ટેપ 4

ત્યારબાદ બાફેલા ચણા અને જરૂર મુજબ પાણી નાખો અને સારી રીતે બધુ મિક્સ કરો. બે ચાર મિનિટ સાંતળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી લીંબૂનો રસ અને કોથમીર નાખો. આ સાથે છોલે તૈયાર થઇ જશે.

ભટુરે બનાવવા માટે

હવે ભટુરે બનાવવા માટે કથરોટમાં મેંદો, ઘઉંનો લોટ, સોજી, દહીં, મીઠું, ખાંડ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બેંકીંગ પાઉડર અને બેંકીંગ સોડા નાખી બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધો.

લુવા બનાવો

આ લોટને બરાબર મસળીને બે કલાક માટે ઢાંકીને રહેવા દો. ત્યારબાદ લોટને ફરીથી મસળીને એક સરખા લુવા બનાવી લંબગોળ વણી લો.

છોલે ભટુરે સર્વ કરો

ત્યારબાદ ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. આ સાથે ગરમાગરમ ભટુરે બની જશે. તેને છોલે સાથે સર્વ કરો.