ઠંડો ઠંડો ચીકુ શેક બનાવાની પરફેક્ટ રીત

May 04, 2025, 07:00 PM

ચીકુ ખાવાના ફાયદા

ચીકુમાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. આ એવા મિનરલ્સ છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ફળ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા થાય છે.

ચીકુ ખાવાના ફાયદા

ચીકુને વિટામિન સી અને કોપરનો ઉત્તમ સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે.

ચીકુ ખાવાના ફાયદા

ચીકુમાં ફ્લેવોનોઈડ્સ પણ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. આનું સેવન કરવાથી પેટના કેન્સરને રોકવામાં ઘણી મદદ મળે છે. અહીં ચીકુમાંથી સરળ ચીકુ શેક બનાવાની રેસીપી શેર કરી છે,

ચીકુ શેક રેસીપી સામગ્રી

3 પાકેલા ચીકુ, 300- 350 મિલી દૂધ, 2-3 બરફના ટુકડા, 2 ચમચી ખાંડ અથવા મધ/ગોળ, 3-4 બદામ અને કાજુ, 1/4 ચમચી ઈલાયચી પાવડર

ચીકુ શેક રેસીપી

સૌ પ્રથમ ચીકુને પાણીમાં 30 મિનિટ માટે પલાળીને રાખો, ત્યારબાદ બધા ચીકુની છાલ કાઢીને રાખો.

ચીકુ શેક રેસીપી

તેના બીજ કાઢીને ઝીણા સમારીને મિક્ષરમાં નાખો, એમાં દૂધ ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ નાખીને મિક્ષ કરો.

ચીકુ શેક રેસીપી

આ મિક્ષરમાં બરફ નાખીને સારી રીતે ગ્રાઈન્ડ કરો અને એક કપમાં નાખો.

ચીકુ શેક રેસીપી

સર્વિંગ ગ્લાસમાં ચીકુનું જ્યુસ લઇને તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ઠંડો ઠંડો સર્વ કરો.

કેરીની મજેદાર ક્રીમી મેંગો રબડી રેસીપી, ખાતા રહી જશો !