Sep 11, 2025
સવારના નાસ્તામાં એકને એક વસ્તુ ખાઇને કંટાળી ગયા હોય તો તમે નવીનતામાં ચીલી પનીર પરાઠા ટ્રાય કરી શકો છો.
ચીલી પનીર પરાઠાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. તેનો એકદમ ટેસ્ટી સ્વાદ આવશે.
ઘઉંનો લોટ, ઘી, લસણ, લીલા મરચાં, મગફળીના દાણા, પનીર, બટર, જીરું, મીઠું, ધાણા, લીલા ધાણા, પાણી.
સૌપ્રથમ એક પેનમાં ઘી અથવા બટર નાખો. ગરમ થાય કે તરત જ જીરું નાખી તતડાવો.
જીરું થોડું સોનેરી થાય ત્યારે તેમાં લસણની ચારથી પાંચ કળી ઉમેરો. લીલા મરચાં અને મગફળી પણ ઉમેરો અને શેકો. લસણ સંપૂર્ણપણે નરમ થાય ત્યાં સુધી શેકો.
ગેસની ફ્લેમ બંધ કરો અને આ મસાલાને મિક્સરમાં પીસી લો અથવા તેને ક્રશ કરીને બારીક બનાવો. ધ્યાનમાં રાખો કે પીસતી વખતે પાણી ઉમેરશો નહીં. લસણ સરળતાથી પીસી જશે અને અને પેસ્ટ બનશે.
એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં આ પેસ્ટ મિક્સ કરો. સાથે બારીક સમારેલા ધાણા, સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરો. પનીરને છીણી લો અને તેને પણ લોટમાં ભેળવી દો અને પરાઠા માટે લોટ બાંધી લો. લોટ ગુંથતી વખતે જરૂર મુજબ પાણી નાખો.
તૈયાર કરેલા લોટમાંથી તવા પર પરાઠા બનાવો. તેના પર ઘી અથવા તેલ લગાવીને શેકો. આ રીતે તમારો ગરમાગરમ ચીલી પરોઠા તૈયાર થઇ જશે. તમે દહીં, સોસ, ચટણી સાથે સર્વ કરી શકો છો.