2 થી 3 ચમચી બેસન (ચણાનો લોટ), 1/2 કપ પાણી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ચીલી ઓઇલ, થોડી ડુંગળી, મીઠું અને મરી પાઉડર, રાંધવા માટે તેલ, 4 બ્રેડની સ્લાઈસ, ટોપિંગ માટે થોડું સ્પ્રિંગ ઓનિયન અને તલ
સૌ પ્રથમ ચણાનો લોટ એક બાઉલમાં નાખો એમાં જરૂર મુજબ પાણી, મીઠું, સોયા સોસ, લીલા મરચા, ઝીણી સમારેલ ડુંગળી, મરી પાઉડર નાખી બેટર તૈયાર કરો.
હવે બ્રેડની સ્લાઈસ લો, તેને ચણાના લોટના બેટર માં ડૂબાવો અને પેન ગરમ કરી એમાં સહેજ તેલ નાખી બને સાઈડ શેકી લો
બ્રેડ સ્લાઈસ બંને સાઈડ શેકાઈ જાય તો આ રીતે બધી સ્લાઈડ શેકી લો અને કટ કરો.
બ્રેડ સ્લાઈસને સર્વિંગ પ્લેટમાં લઈને તલ અને ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો.