Chinese Makhana Bhel : મમરાની નહિ, નાસ્તમાં બનાવો મખાનાની ચાઈનીઝ ભેળ, ઝટપટ બની જશે

Jun 26, 2024, 04:01 PM

બપોરે જમ્યા પછી સાંજે 4-6 વાગ્યાના સમયે ઘણા લોકોને ભૂખ લાગે છે, એવામાં આપણે ઝટપટ બનતી રેસીપીનો ઓપ્શન પસંદ કરીયે છીએ

અહીં એવીજ ભેળની રેસિપી શેર કરી છે જે 5 મિનિટમાં બની જશે, આ ભેળ મખાના માંથી બનાવામાં આવે છે તેની હેલ્ધી પણ ગણી શકાય, જાણો ચાઈનીઝ મખાના ભેળ રેસીપી

સામગ્રી

1 બાઉલ મખાના, 2 સમારેલ ડુંગળી, 2 સમારેલ ટામેટા, 1 સમારેલ ગાજર, 2-3 સમારેલ લીલા મરચા, મીઠું સ્વાદ અનુસાર,સમારેલ કોબીજ, 2 ચમચી સીંગ દાણા, 2 ચમચી સેઝવાન સોસ, મુઠ્ઠીભર કોથમીર, 2 ચમચી ઝીણી સેવ, 2 ચમચી લીંબુનો રસ

મેથડ

સૌ પ્રથમ એક કડાઈ ગરમ કરો અને તેમાં મખાનાને સારી રીતે શેકીને લો. ત્યારબાદ ઠંડા થાય એટલે એક બાઉલમાં કાઢો.

ચાઈનીઝ મખાના ભેળ રેસીપી

મખાનામાં સમારેલ ડુંગળી, સમારેલ કોબીજ, સમારેલ લીલા મરચા, મીઠું સ્વાદ અનુસાર, સમારેલ ટામેટા, સમારેલ ગાજર, સીંગ દાણા અને સેઝવાન સોસ ઉમેરી ભેળને પ્રોપર મિક્ષ કરો.

ચાઈનીઝ મખાના ભેળ

હવે તેમાં ઝીણી સેવ, મુઠ્ઠીભર કોથમીર અને 2 ચમચી લીંબુનો રસ નાખી સર્વ કરો.

Aloo Puri Recipe : વરસાદી મોસમમાં ચા સાથે નાસ્તમાં ટેસ્ટી આલુપૂરીની મજા માણો, જાણો રેસીપી