ચાઈનીઝ જેવા કોબી પરાઠા રેસીપી, ખાતા રહી જશો!

May 29, 2025, 04:14 PM

ગરમા ગરમ પરાઠા મળે તો કોને ન ગમે! પરંતુ પરાઠા બનાવવામાં ઘણી મહેનત લાગે છે, પણ અહીં સરળ ચાઇનીઝની ભુલાવી દે એવા કોબીના પરાઠાની રેસીપી જણાવી છે.

કોબી પરાઠા ગમે તે રીતે બનાવવામાં આવે તો પણ સ્વાદિષ્ટ હોય છે. કોબીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. બાળકો હોય કે મોટા, બધા જ તેને ખૂબ જ રસપૂર્વક ખાય છે. અહીં જાણો કોબી પરાઠા બનાવાની રીત

કોબી પરાઠા રેસીપી સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, 1 કપ ઝીણી સમારેલ કોબી, બારીક સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુ, 1 ચમચી લસણ, 1/2 ચમચી કોથમીર,

કોબી પરાઠા રેસીપી સામગ્રી

1/2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ તેલ, જરૂર મુજબ પાણી, 1/2 ચમચી અજમો, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલો

કોબી પરાઠા રેસીપી

સૌ પ્રથમ કોબીજને છીણી લઈશું. એમાં આદુ, લસણ, લીલા મરચાં, ધાણા પાવડર, લાલ મરચાં પાવડર, મીઠું, કોથમીર, ગરમ મસાલો, લીલા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

કોબી પરાઠા રેસીપી

ત્યારબાદ તેને પેનમાં નાખો અને સારી રીતે શેકો. ત્યારબાદ જ્યારે પાણી બળી જાય ત્યારે આપણે ગેસ બંધ કરો. પરાઠા માટે લોટમાં થોડું તેલ અને પાણી ઉમેરીને નરમ કણક બાંધો.

કોબી પરાઠા રેસીપી

કણક માંથી થોડો લોટ લઈને રોટલી વણો તેમાં કોબીનો મસાલા ભરો અને ફરી વણી લો.

કોબી પરાઠા રેસીપી

તવા પર તેલ નાખીને પરાઠાને શેકો અને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી કુક કરો. જ્યારે તે તૈયાર થઈ જાય, ત્યારે તેને દહીં સાથે પીરસો.