ચોકલેટ બરફી ઘરે બનાવો, એકદમ ટેસ્ટી સ્વાદ આવશે

May 27, 2025, 08:08 PM

ચોકલેટ બરફી

મીઠાઈ ખાવાના શોખીન માટે એક અલગ ચોકલેટ બરફી રેસીપી લઇને આવ્યા છીએ.

ઘરે બનાવો

મીઠાઇના દુકાન જેવી ચોકલેટ બરફી તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

ચોકલેટ બરફી સામગ્રી

કન્ડેન્સ્ડ મિલ્ક, કોકો પાઉડર, કાજુ, પિસ્તા, બદામની કતરણ, ઘી, ખાંડ.

ચોકલેટ બરફી બનાવવાની રીત - સ્ટેપ 1

ચોકલેટ બરફી બનાવવા માટે એક પેન લો અને તેમાં ઘી ઉમેરો. આ દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ રાખો.

સ્ટેપ 2

ઘી ઓગળી જાય એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને ફ્લેમ સાવ ધીમી કરી દો. બાદમાં તેમાં ખાંડ ઉમેરો અને બધુ સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ 3

જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં કોકો પાઉડર ઉમેરો અને ચમચાથી સારી રીતે હલાવીને મિક્સ કરી લો.

સ્ટેપ 4

મિશ્રણ વધારે ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તે મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો.

સ્ટેપ 5

આ પછી તેને ચપ્પાની મદદથી કટ કરી લો. ગાર્નિશિંગ માટે તેના પર કાજુ, બદામ અને પિસ્તાની કતરણ પાથરી દો.

ચોકલેટ બરફી તૈયાર

આ રીતે તમારી ટેસ્ટી ચોકલેટ બરફી તૈયાર થઇ જશે.