Chocolate Lassi Recipe । ગરમીમાં બનાવો બાળકોને ભાવે એવી ચોકલેટ લસ્સી, નોંધી લો સરળ રેસીપી

Mar 13, 2025, 03:49 PM

હોળી (Holi) નો તહેવાર ફક્ત રંગો અને મજા વિશે જ નથી, પણ ખાસ વાનગીઓ અને પીણાં વિશે પણ છે. બાળકો માટે હોળીને વધુ ખાસ બનાવવા માટે ચોકલેટ લસ્સી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વિકલ્પ બની શકે છે.

લસ્સી ફક્ત બાળકોને જ નહીં, પણ ચોકલેટના શોખીન પુખ્ત વયના લોકો પણ તેનો આનંદ માણી શકે છે. અહીં જાણો ખાસ ચોકલેટ લસ્સી બનાવવાની રેસીપી

સામગ્રી

1 કપ તાજુ દહીં, 2-3 ચમચી ચોકલેટ પાવડર, 1કપ ઠંડુ દૂધ, 2-3 ચમચી ખાંડ (સ્વાદ મુજબ), 1/2 ચમચી વેનીલા એસેન્સ, 1 ટુકડો ચોકલેટ (સજાવટ માટે), બરફના ટુકડા (જરૂર મુજબ)

ચોકલેટ લસ્સી રેસીપી

સૌ પ્રથમ, તાજા દહીંને સારી રીતે ફેંટો, જેથી તે નરમ અને ક્રીમી બને.

ચોકલેટ લસ્સી રેસીપી

એક નાના વાસણમાં ઠંડુ દૂધ અને કોકો પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો, જેથી કોકો પાવડર સંપૂર્ણપણે ઓગળી જાય અને ગઠ્ઠા ન બને.

ચોકલેટ લસ્સી રેસીપી

હવે તેમાં ખાંડ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. જો તમને વધુ મીઠાશ ગમે છે, તો તમે ખાંડનું પ્રમાણ વધારી શકો છો.

ચોકલેટ લસ્સી રેસીપી

હવે ફેંટેલા દહીં અને ચોકલેટ-ખાંડનું મિશ્રણ મિક્સ કરો..તેમાં વેનીલા એસેન્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.જો તમે તેને વધુ ક્રીમી બનાવવા માંગતા હોવ તો તમે તેમાં થોડું દૂધ ઉમેરી શકો છો.

ચોકલેટ લસ્સી રેસીપી

લસ્સીને ઠંડી અને તાજગીભરી બનાવવા માટે, તેમાં બરફના ટુકડા ઉમેરો. આનાથી લસ્સીની તાજગી વધુ વધશે.

ઉનાળામાં અમૃત સમાન છે બીટ છાશ,સ્વાસ્થ્ય સાથે ઠંડકનો ડબલ ડોઝ