રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી છોલે ચણા શાક, સ્વાદ દાઢે વળગશે

May 07, 2025, 10:03 PM

છોલે ચણા શાક

છોલે ચણા એક ફેમસ શાક છે. તેમાં પણ લારીના કે રેસ્ટોરન્ટના છોલે ચણા ખાવાની ઘણી મજા આવે છે.

ઘરે બનાવો

આવા જ ટેસ્ટી ચોલે ચણા તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં છોલે ચણાની રેસીપી જણાવી રહ્યા છીએ.

છોલે ચણા રેસીપી સામગ્રી

બાફેલા કાબુલી ચણા, ટામેટાં ની પ્યૂરી, ઘી, તેલ, જીરું, હિંગ, તમાલપાત્ર, મીઠા લીમડાના પાન, લીલા મરચા, આદુ, કોથમીર, ખાંડ, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, છોલે મસાલા, મીઠું.

છોલે ચણા બનાવવાની રીત

કાબુલી ચણાને સારી રીતે પાણીમાં સાફ કરી 7 થી 8 કલાક પાણીમાં પલાળી રાખો. આ પછી તેને કૂકરમા પાણી અને મીઠું નાખી બાફી લેવા.

સ્ટેપ 2

હવે એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. જીરું લાલ થાય એટલે તેમાં તમાલપત્ર, હિંગ, મીઠો લીમડો, ટામેટાં ની પ્યૂરી, લીલા મરચા, ખમણેલું આદુ નાખી મિક્સ કરી અને સાંતળો.

સ્ટેપ 3

હવે ટામેટાની પ્યૂરીમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, છોલે મસાલા નાખી 2 મિનિટ સાંતળો.

સ્ટેપ 4

આ પછી ગ્રેવીમાંથી તેલ છૂટતું દેખાય એટલે તેમાં બાફેલા ચણા પાણી સાથે નાખી મિક્સ કરી ઉકળવા દો.

સ્ટેપ 5

ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. ઉપર ઘી પણ નાખી શકો છો.

શાક તૈયાર

આ રીતે તમારું ટેસ્ટી છોલે ચણાનું શાક તૈયાર છે. તેને પૂરી કે બ્રેડ સાથે સર્વ કરો.