Jun 05, 2025
4 કપ છોલે ચણા, 1/2 ચમચી ચણાની દાળ, 1 મોટી એલચી, 1 તજનો ટુકડો, 1 ટી બેગ, 4 ચમચી તેલ, ઝીણી સમારેલી 3/4 કપ ડુંગળી, 3/4 કપ ઝીણા સમારેલા ટામેટાં,
1 ચમચી સમારેલું આદુ, 1/2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી, લાલ મરચું પાવડર, થોડી ફ્રેશ ક્રીમ, 3/4 ચમચી છોલે મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી ગરમ મસાલો, થોડો ચાટ મસાલો, 4 રોટલી, કોથમીર
કાબુલી ચણા અને ચણાની દાળને ધોઈને 6-7 કલાક અથવા આખી રાત પલાળી રાખો. પ્રેશર કૂકરમાં 2 કપ પાણી, ઈલાયચી, તજ અને ટી બેગ નાખીને ૩ સીટી સુધી ધીમા તાપે કુક કરો.
વરાળ નીકળી ગયા બાદ ટી બેગ કાઢી લો અને ચણાને ગાળી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી ઘેરા બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર કુક કરો.
સમારેલા ટામેટાં, સમારેલા આદુ અને લીલા મરચાં ઉમેરો અને 3-4 મિનિટ માટે સાંતળો. ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો અને ટામેટાં ઓગળે અને તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો.
હવે તેમાં બાફેલા ચણા, ચણાનો મસાલો, 2 ચમચી પાણી અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર 3-4 મિનિટ સુધી કુક કરો.
હવે ચાટ મસાલા સાથે મિક્સ કરો અને બાજુ પર રાખો. રોટલી પર છોલેનો ¼ ભાગ ફેલાવો. તેના પર ઉપર ડુંગળી, 1 ચમચી ગાજરનું અથાણું અને 1 ચમચી કોથમીર નાખો તમે તમારી મનપસંદ વસ્તુ ઉમેરી શકો છો.
રોટલીને કડક રીતે વાળી લો. બાકીના રોલ પણ એ જ રીતે બનાવો. રોલ્સને ટીશ્યુ પેપરમાં લપેટીને બાળકોને તેમના ટિફિનમાં આપો.