1 કપ કાબુલી ચણા ( પલાળેલા), 1 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 ટામેટા (બારીક સમારેલા), 1ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર , 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આમચૂળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું
4-5 મોટા બાફેલા બટાકા, 2 ચમચી કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું તેલ (તળવા માટે)
2 ચમચી લીલી ચટણી, 2 ચમચી મીઠી આમલીની ચટણી, 1 ચમચી શેકેલું જીરું પાવડર, 1/2 ચમચી ચાટ મસાલો, 2 ચમચી બારીક સમારેલી ડુંગળી, 1 ચમચી બારીક સમારેલી કોથમીર, 1 ચમચી સેવ
છોલેને પ્રેશર કૂકરમાં ૩-૪ સીટી સુધી ઉકાળો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો, પછી સમારેલા ટામેટાં અને મસાલા ઉમેરીને સાંતળો.
ટામેટાં નરમ થાય એટલે તેમાં બાફેલા ચણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપે ૫-૭ મિનિટ સુધી રાંધો અને ગેસ બંધ કરી દો. તેલ લગાવો અને ટિક્કીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
એક પ્લેટમાં ૨-૩ ટિક્કી મૂકો. તેના પર ચણા ઉમેરો. ફેંટેલું દહીં, લીલી ચટણી, મીઠી ચટણી ઉમેરો. ચાટ મસાલો, શેકેલા જીરા પાવડર અને ડુંગળી ઉમેરો. ઉપર બારીક સમારેલા કોથમીર અને સેવ ઉમેરો.