Sep 17, 2025
મેગી મોટાભાગના બાળકોની મનપસંદ હોય છે. જોકે તમે મેગીને ચાઉમીન રીતે પણ બનાવવાનો ટ્રાય કરી શકો છો.
અહીં મેગીને અલગ સ્ટાઇલમાં બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ ટેસ્ટી અને ક્રન્ચી બનશે.
3-4 મેગી પેકેટ, પેપ્સિકમ, ગાજર, લસણની કળી, જીરું, ડુંગળી, વટાણા, ટામેટા, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, લીલું મરચું, ઓરેગાનો, કાળા મરી, ટામેટા સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, સ્વાદ મુજબ મીઠું.
સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મેગીને પ્લેટની ઉપર રાંધવા માટે મૂકો. બે-ત્રણ ટુકડા કેપ્સિકમ કાપીને મેગી સાથે પકવા દો. જેથી તેની સુગંધ મેગીમાં આવે.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને જીરું નાખો. આ પછી બારીક સમારેલું લસણ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
લસણ થોડું બ્રાઉન થાય ત્યારે ડુંગળી ઉમેરો અને ફ્રાય કરો. હળદર પણ ઉમેરો. ડુંગળી ફ્રાય થાય પછી તરત જ તેમાં ગાજર, કેપ્સિકમ, મીઠું અને વટાણા ઉમેરો અને રાંધો.
જ્યારે શાકભાજી થોડા પકાઇ જાય ત્યારે તેમાં સમારેલું ટામેટા ઉમેરો અને તે ઓગળે ત્યાં સુધી રાંધો. હવે આ શાકભાજીમાં ઓરેગાનો ઉમેરો.
સ્વાદ વધારવા માટે રેડ ચીલી સોસ, ટામેટાનો સોસ, સોયા સોસ અને વિનેગર પણ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને સ્ટીમ કરેલી મેગીમાં ઉમેરો.
આ રીતે તમારી ચાઉમીન સ્ટાઇલમાં મેગી બનીને તૈયાર થઇ જશે. એક પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો.