Churma Ladoo Recipe : સરળ રીતે બનાવો લાજવાબ ચુરમાના લાડુ, જાણો રેસીપી

May 21, 2024, 12:06 PM

લાડુનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિના મોંઢામાં પાણી આવી જાય છે. તો હવે ઘરે જ સરળતાથી બનાવી લો ચુરમાના લાડુ.

આ લાડુ ટેસ્ટમાં ઘણા સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે લાડુને ખાસ કરીને તળીને, કૂટીને તૈયાર કરવામાં આવે છે, જો વધારે સમય ન હોય તો તમે તેને મિક્સરમાં ક્રશ કરી શકો છો

ચુરમાના લાડુ બનાવવાની સામગ્રી

500 ગ્રામ કરકરાનો લોટ, 1/2 કપ ઘી, 3/3 કપ હૂંફાળુ પાણી, 300 ગ્રામ ઘી, 1/4 ચમચી જાયફળ, 250 ગ્રામ ગોળ છીળેલો, ડ્રાયફ્રૂટ, ખસખસ, ટોપરાનું ખમણ

ચુરમાના લાડુ બનાવવાની રીત

એક બાઉલમાં લોટ અને ઘી નાંખીને સારી રીતે ભેળવી લો. સૌ પ્રથમ ઘઉંના જાડા લોટમાં મુઠી પડતું ઘીનું મોણ નાંખી સહેજ હુંફાળા પાણીથી કઠણ લોટ બાંધો.પછી તેના મુઠીયા વાળો. મુઠીયા દબાવીને વળી શકાય એવો કઠણ લોટ બાંધવો. હવે તે મૂઠિયાને તળવા માટે ઘી અથવા તેલ મૂકવું. એકદમ ધીમા તાપે મુઠીયા તળવા જેથી અંદર કાચા ના રહે. બધા મુઠીયા તળાયા પછી ઠંડા કરી મિક્સરમાં પીસી (દરદરા) લેવા

ચુરમાના લાડુ બનાવવાની રીત

મુઠીયા પીસતી વખતે છેલ્લે તેમાં થોડી ઈલાયચી પણ સાથે પીસી લેવી. ત્યારબાદ તૈયાર થયેલા ભુકામાં કાજુ, બદામ, કિસમિસના ટુકડા ભેળવી તૈયાર કરવું. આ પછી એક કઢાઈમાં ઘી ગરમ મૂકવું. તેમાં ગોળનો ચૂરો કરી નાખવો અને હલાવવું. જયારે ગોળ બધો ઓગળી જાય અને ફૂલીને ઉપર આવી જાય ત્યારે તરત જ ગોળ ઘીનું મિશ્રણ મુઠીયાના ભુકામાં રેડી દેવું

ચુરમાના લાડુ બનાવવાની રીત

હવે તવેથાથી બરાબર હલાવી ભેળવી દેવું. થોડું ઠંડુ થાય એટલે માપસરના લાડુ વાળી લેવા અને ઉપર ખસખસ લગાવતા જવું. આ રીતે તૈયાર થઈ જશે તમારા ચુરમાના લાડુ

આ રીતે ઘરે બનાવો ફેમસ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક