આજે અમે તમારા માટે ચટણી બનાવવાની નવી રેસીપી લાવ્યા છીએ, જે તમને એક નવો ટેસ્ટ આપશે
તો આ નવી રીતે ચટણી બનાવવા માટે તમારે ગાઠિંયાં, ચવાણું, 1 મરચું વગેરે જોશે
આ સિવાય આદું, જીરું, મીઠું, 1 લીંબુ અને કોથમીર પણ જોશે
સ્પેશિયલ ચટણી બનાવવા માટે તમે સૌપ્રથમ મિક્સર ગ્રાઇન્ડર તમામ સામગ્રી નાંખી તેમાં થોડું પાણી ઉમેરો
પછી આ બધી સામગ્રીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે તમારી સ્વાદિષ્ટથી ભરપૂર અને સ્પેશિયલ ચટણી તૈયાર છે
આ ચટણીને તમે સેવ મમરા સાથે ખાઇને આનંદ માણી શકો છે. ખરેખર બહુ ટેસ્ટી લાગશે. આ પ્રકારનો નાસ્તો ખાસ કરીને તમે સાંજના સમય માટે હેલ્ધી અને બેસ્ટ છે. તો અવશ્ય ટ્રાય કરજો