બધી સામગ્રી મિક્સીમાં પીસતી વખતે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો. અને જરૂર હોય તો રાઈનો વઘાર કરવો. આ ચટણી તમે ઢોકળાં, ઢોસા વગેરે સાથે ખૂબ જ સ્વાદ લઈને માણી શકો છો.
1 કપ ધાણા, અડધો કપ ચાટ મસાલા પાઉડર, 1 થી 2 લીલાં મરચાં લીંબુનો રસ, જરૂર મુજબ પાણી, સ્વાદપ્રમાણે મીઠું. બધી જ સામગ્રી મિક્સીમાં પીસી લો એટલે તમારી ટેસ્ટી સેન્ડવીચ ચટણી તૈયાર
4 સમારેલાં ટામેટાં, 3 સમારેલાં કાંદા, 2 થી 3 સમારેલાં લીલાં મરચાં, 1 ચમચી રાઈ, સ્વાદપ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબ તેલ. કડાઈમાં થોડું તેલ નાંખી કાંદા અને લીલાં મરચાં 2 મિનિટ સુધી સાંતળવા, પછી ટામેટા નાંખી વધુ 2 થી 3 મિનિટ સાંતળવા. થોડી ઠંડું થાય એટલે મિક્સીમાં પીસી લેવું. હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ નાંખો. આ પછી ચટણી અને મીઠું નાંખી મિક્સ કરો. થોડો ઉભરો આવવા લાગે એટલે તમારી ચટણી તૈયાર.
દાડમના સુક્કા બી, એક કાંદો, અડધો કપ ધાણા, અડધો કપ પુદીનાના પાન, અડધો કપ જીરા પાઉડર, 1 સમારેલું લીલું મરચું, લીંબનો રસ, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ચાટ મસાલો, જરૂર પૂરતું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું. આ બધી સામગ્રી મિક્સીમાં પીસી લેવી અને ચટાકેદાર ચટણી તૈયાર.
કાચ્ચા પપૈયાને સમારીને કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખવી. લીલાં મરચાં, લીમડાંના પાન અને હિંગ નાંખીને જ્યાર સુધી મરચાં ક્રિસ્પી ન થાય ત્યાર સુધી તેને હલાવ્યા કરવું. પછી તેમાં હળદર અને પપૈયું નાખી તેને બરાબર મિક્સ કરવું. સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાંખવી. ગૅસ બંધ કરી લીંબુનો રસ એડ કરવો. પછી તમારી સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. આ ચટણી રોટલી સાથે પણ એટલી જ ટેસ્ટી લાગે છે
નાળિયેર ધાણાની ચટણી બનાવવા માટે તમે લીલા ધાણા અડધો કપ, 2 થી 3 લીલા મરચાં , 6 થી 7 લસણની કળી, 8 થી 10 મીઠાં લીમડાંના પાન, રાઈ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જરૂર મુજબ. હવે એકસાથે તેને મિક્સ્ચરમાં પીસીને તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખવું. પછી તેલ, રાઈ, લીમડાંના પાન નાખી વઘાર નાંખવો. આ ચટણી વધુ ચટાકેદાર રીતે ઉપયોગમાં લેવા માટે તેને ઈડલી સાથે સર્વ કરવી.