મહાશિવરાત્રી નો તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ મનાવામાં આવશે, આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, ઉપવાસ દરમિયાન તમે ટેસ્ટી વાનગી બનાવી શકો છો.
નાળિયેરના લાડુ કોને ભાવે ! ઉપવાસમાં ખવાતી આ વાનગી ઇન્સ્ટન્ટ બની જાય છે, મહાશિવરાત્રી માટે અહીં ખાસ નાળિયેરના લાડુ રેસીપી શેર કરી છે
2 કપ સૂકા નારિયેળનું છીણ, 1 કપ તાજું દૂધ, સ્વાદ મુજબ ખાંડ (અંદાજે 3/4 કપ)
3- 4 ચમચી ઘી , 1 કપ દૂધ પાવડર, કેટલાક ડ્રાય ફ્રૂટ્સ જેમાં કાજુ, બદામ, પિસ્તા વગેરે
સૌ પ્રથમ એક પેન ગરમ કરો, એમાં 3- 4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય પછી દૂધ ઉમેરો.
દૂધને સારી રીતે ઉકળવા દો, તેને સતત મિક્ષ કરતા રહો, ત્યારબાદ એમાં સૂકું કોપરું ઉમેરો.
હવે દૂધમાં સારી રીતે સૂકું કોપરૂ કુક થઇ જાય એટલે એમાં મિલ્ક પાઉડર ઉમેરો.
મિલ્ક પાઉડર બાદ એમાં ડ્રાય ફ્રૂટ્સ પાઉડર ઉમેરો અને મિશ્રણએ તેની સારી રીતે મિક્ષ કરો.