1 બાઉલ સૂકા કોપરાનું છીણ, 1 ગ્લાસ દૂધ, 1 બાઉલ દૂધનો માવો (ખોયા), 3-4 ચમચી ખાંડ (તમારા સ્વાદઅનુસાર), 1 ચમચી રોઝ એસેન્સ, 2 નાની ચમચી ફૂડ કલર, ડ્રાયફ્રૂટ્સ કતરણ
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં સૂકા કોપરાનું છીણ નાખો એમાં 1 ગ્લાસ દૂધ નાખીને સારી રીતે મિક્ષ કરો. તેને થોડા સમય માટે રેસ્ટ આપો.
હવે દૂધ બરોબર કોપરાના છીણમાં બેસી જાય બાદ એક કડાઈમાં માવો ગરમ કરો અને તેને સતત હલાવતા રહો.
એમાં દૂધ વાળું કોપરાનું છીણ ઉમેરો, અને એમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો અને મિશ્રણને સતત મિક્ષ કરતા રહો.
હવે એમાંથી થોડું મિશ્રણ એક વાટકામાં કાઢો, અને બાકીનું કડાઈમાં રહેવાદો, હવે કડાઈના મિશ્રણમાં પિન્ક ફૂડ કલર નાખો અને મિક્ષ કરો.
ત્યારબાદ એમાં રોઝ એસેન્સ નાખો અને સતત મિક્ષ કરતા રહો, હવે એક ડીશમાં વાઈટ લેયર પાથરો.
વાઈટ લેયર બનાવ્યા બાદ તેને કરીને તેને ચમચી વડે પ્રેશ કરીને ઉપર પિંન્ક લેયર બનાવો અને ફરી પ્રેશ કરીને તેને થોડી વાર માટે મૂકી રાખો.
હવે મીઠાઈ પર ડ્રાયફ્રૂટ્સની કતરણથી ગાર્નિશ કરીને કટ કરીને સર્વ કરો.