શરદી ઉધરસ જોવામાં સામાન્ય બીમારી છે પરંતુ વ્યક્તિને બહુ પરેશાન કરે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં એટલે કે બેવડી સીઝનમાં શરદી ઉધરસની સમસ્યા વધી જાય છે. અહીં શરદી ઉધરસ મટાડવાના 7 ઘરગથ્થુ ઉપાય આપ્યા છે.
રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ ખાવાથી શરદી ઉધરસ મટે છે. જો કે ચણા ખાધા વગર રાત્રે પાણી પીવું નહીં.
અરડૂસી પાનના રસ સાથે મધનું સેવન કરવાથી શરદી ઉધરસ મટે છે.
અરડૂસીના પાન અને આદુ અને તુલસીના પાનનો ઉકાળો બનાવી પીવાથી પણ શરદી ઉધરસમાં રાહત મળે છે.
રાત્રે હળદર વાળુ દૂધ પીવાથી શરદી ઉધરસ મટે છે. હળદર વાળુ દૂધ પીધા બાદ રાત્રે પાણી પીવું નહીં.
આદુના રસમાં મધ નાંખી સેવન કરવાથી પણ શરદી ઉધરસ મટે છે. આદુનો ટુકડો પણ મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ બંધ થાય છે.
લવિંગ મોંમાં રાખી ચૂસવાથી શરદી ઉધરસ મટે છે.
મરી પાઉડર મધ સાથે લેવાથી પણ ઉધરસ મટે છે. મરી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખૂલે છે.