શરદી ખાંસી માં અસરકારક આ લીકવીડ લાડુ, શેફ સંજ્યોત કીરએ આપી રેસીપી

Aug 05, 2025, 03:13 PM

શરદી ખાંસી ઉપાય

પંજાબી શેફ સંજ્યોત કીરએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શરદી ખાંસી માટે ઘરેલુ ઉપાય આપ્યો છે, તેણે દાવો કર્યો હતો કે આ દાદીમા નો નુસખો લીકવીડ લાડુથી શરદી ખાંસીથી છુટકારો મળશે.

શેફએ આ રેસીપીને લીકવીડ લાડુ અથવા પંજાબી શીરા અને બેસન શિરો પણ નામ આપ્યું છે, શેફ દાવો કરે છે કે આ લીકવીડ લાડુ શરદી ખાંસીમાં અસરકારક છે.

લીકવીડ લાડુ રેસીપી સામગ્રી

એક કપ બદામ, 1 ચમચી ઘી, 1 ચમચી ચણાનો લોટ, 2 કપ દૂધ, એક ચપટી હળદર પાઉડર

લીકવીડ લાડુ રેસીપી સામગ્રી

એક ચપટી કાળા મરી પાવડર, એક ચપટી ઈલાયચી પાવડર, એક ચપટી આદુ પાવડર, થોડા તાંતણા કેસર, સ્વાદ મુજબ ગોળ પાઉડર

લીકવીડ લાડુ રેસીપી

સૌ પ્રથમ 1 કપ બદામને અધકચરી ક્રશ કરો.ધીમા તાપે એક નાની તપેલી મૂકો, તેમાં ઘી ઉમેરો. ચણાનો લોટ ઉમેરો ધીમે ધીમે શેકો.

લીકવીડ લાડુ રેસીપી

ચણાનો લોટને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી બિસ્કિટ જેવું અને સુગંધિત બેટર ન થાય, હવે એમાં ધીમે ધીમે દૂધ ઉમેરો.

લીકવીડ લાડુ રેસીપી

એક ચપટી હળદર, કાળા મરી, એલચી પાવડર, આદુ પાવડર અને જો તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો થોડા તાંતણા કેસર ઉમેરો.

લીકવીડ લાડુ રેસીપી

સારી રીતે હલાવો અને તેને હળવેથી ઉકાળો. સારી રીતે ઉકલે એટલે સ્વાદ મુજબ ગોળ પાવડર ઉમેરો. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી હલાવો.

લીકવીડ લાડુ રેસીપી

લીકવીડ લાડુ થઇ જાય એટલે ગરમ ગરમ પીરસો,બદામથી સજાવો અને સર્વ કરો.