મસાલા કોર્ન ચાટ ઘરે બનાવો, વરસાદમાં એકદમ ટેસ્ટી લાગશે

Jun 26, 2025, 08:20 PM

વરસાદી સિઝન

વરસાદની ઋતુ આવતાની સાથે જ બજારમાં અમેરિકન અને દેશી મકાઈ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જે લારી પર ખાવાની મજા આવે છે.

નવું ટ્રાય કરો

વરસાદમાં તમે ભજીયા તો ઘણી વખત ખાધા હશે પણ આજે કઇક નવું ટ્રાય કરો.

કોર્ન ચાટ રેસીપી

તમે ઘરે કોર્ન ચાટ બનાવી શકો છે. આ એક મસાલેદાર સ્ટ્રીટ ફૂડ છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

કોર્ન ચાટ રેસીપી સામગ્રી

મકાઈના દાણા, તેલ, જીરું, સરસવના દાણા, હળદર પાઉડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, મીઠું, લીંબુનો રસ, બારીક સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, કાકડી, લીલા ધાણા.

કોર્ન ચાટ બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ મકાઈ ફોલીને દાણાને બહાર કાઢો. ગેસ પર ધીમી આંચ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો.

સ્ટેપ 2

દાણાને પાણીના વાસણમાં લગભગ થોડી મિનિટ સુધી બાફો જ્યાં સુધી તે નરમ ન થઈ જાય. પાણી કાઢી લો અને બાજુ પર રાખો.

સ્ટેપ 3

મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું અને સરસવના દાણા ઉમેરો. થોડીક સેકન્ડ માટે તતડવા દો. આ પછી હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 4

આ પછી ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મીઠું અને કાકડી ઉમેરો. ત્યારબાદ બાફેલા મકાઈના દાણાને પેનમાં ઉમેરો. બધા મસાલાને સારી રીતે મિક્સ કરો.

ટેસ્ટી કોર્ન ચાટ તૈયાર

કોર્ન ચાટને એક વાસણમાં કાઢી લો. તેના ઉપર સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અને લીધા ધાણા ઉમેરો.