ચોમાસાના વરસાદમાં લોકોને ભજીયા ખાવાનું મન થાય છે. જો તમે દાળ વડા, મેથીના ગોટા કે ડુંગળી બટાકાના ભજીયા ખાઇ કંટાળી ગયા છો અને કંઇક યુનિક ખાવાની ઇચ્છા છે તો મકાઈના ભજીયા એટલે કે કોર્ન પકોડા ટ્રાય કરી શકો છો.
લીલી મકાઇના બાફેલા દાણા, ચણાનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચા, સમારેલું લીલું કોથમીર, હળદર, હીંગ, દહીં, મીઠું, જીરું, કાળા મરી પાઉડર, પાણી
મકાઈના પકોડા બનાવવા સૌથી પ્રથમ લીલી મકાઈને કુકરમાં બાફી તેની ધાણા કાઢી લો. હવે મિક્સ જારમાં મકાઈના દાણા પીસી પેસ્ટ બનાવી લો.
હવે એક બાઉલમાં લીલી મકાઈના બાફેલા દાણા, ચણાનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા અને કોથમીર, દહીં, ચપટી હિંગ, હળદર અને લાલ મરચું પાઉડર, મીઠું અને 2 - 3 ચમટી દહીં ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
સામગ્રીમાં સહેજ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો. એક વાતનું ધ્યાન રાખો મકાઈ પકોડા માટેનું ખીરું ઘટ્ટ રાખવાનું છે.
પકોડા નરમ બને તેની માટે ઇનો કે ખાવાનો સોડા ઉમેરી શકાય છે. મકાઈ પકોડાનું ખીરું બનાવી 10 મિનિટ રહેવા દો.
ગેસ ચાલુ કરી એક કડાઇમાં તેલ ગરમ કરો, હાથ વડે મકાઇના પકોડા તેલમાં મૂકી તળો
મકાઈના પકોડા ક્રિસ્પી અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેલમાં તળવાના છે.
ગરમા ગરમ મકાઈના પકોડા લીલી અને લાલ ચટણી, તળેલા મરચા સાથે ખાવાની મજા માણો.