Monsoon Recipe : ચોમાસામાં મકાઈનો ક્રીમ વગર ક્રીમી કોર્ન સૂપ બનાવો, ટેસ્ટી બનશે

Aug 09, 2024, 04:09 PM

વરસાદી મોસમમાં મકાઈ વધુ આવે છે ત્યારે ક્રીમી કોર્ન સૂપ પીવાની મજા અલગ છે, આ કોર્ન સૂપ તમે ઘરે બનાવી શકો છો, જે ઝલ્દી બની જશે

નોટ

ડિજિટલ ક્રીયેટર હિરલ ગુજરાલએ આ ખાસ સ્વીટ કોર્ન સૂપ રેસીપી શેર કરી હતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, સૂપમાં લોટ, ક્રીમ અથવા ચીઝ નથી અને તેમ છતાં તે ખૂબ જ ક્રીમી બને છે, જાણો ખાસ રેસીપી

કોર્ન સૂપ માટેની સામગ્રી

500 ગ્રામ મકાઈ, 1 ચમચી ઓલિવ તેલ, 1 ચમચી ઝીણું સમારેલું લસણ,1 ચમચી કોથમીરની દાંડી, 1 નાની સાઈઝની સમારેલી ડુંગળી, 1 નાની સાઈઝનું બટેટા, 3 કપ પાણી અથવા સ્ટોક, 1/2 ચમચી મીઠું 1/2 ચમચી કાળા મરી પાઉડર, ¼ કપ બદામનું દૂધ

કોર્ન સૂપ રેસીપી

સૌ પ્રથમ એક મોટા પેનમાં ઓલિવ ઓઇલ નાખો, એમાં સમારેલું ઝીણું લસણ, લીલા મરચા નાખો, થોડી કોથમીરની દાંડી અને સમારેલી ડુંગળી સાંતળો.

કોર્ન સૂપ રેસીપી

ત્યારબાદ એમાં બટાકા નાખો, સ્ટોક અથવા 3 કપ જેટલું પાણી નાખો અને મકાઈ નાખો, સ્વાદ અનુસાર મીઠું નાખીને 10 -15 મિનિટ માટે કુક થવા દો.

કોર્ન સૂપ

છેલ્લે સૂપમાં બદામનું દૂધ નાખો અને સારી રીતે મિક્ષ કરો. અને ગરમ ગરમ ક્રીમી સૂપ વરસાદી મોસમમાં પીવો.

Sabudana Kheer Recipe : સાબુદાણા માંથી બનાવો સાત્વિક સ્વાદિષ્ટ ખીર, ઝટપટ બની જશે