Farali Beetroot Cutlet Recipe | ઉપવાસ માટે પરફેક્ટ એવી ક્રિસ્પી અને ચટપટી રેસીપી, ફરાળી બીટરૂટ કટલેટ

Jul 23, 2025, 02:34 PM

શ્રાવણ માસ આ વર્ષે 25 જુલાઈ થી શરૂ થાય છે, ત્યારે આ પવિત્ર માસમાં ઘણા લોકો ઉપવાસ કરે છે એવામાં ફરાળમાં શું ખાવું એ વિશે મુંઝવણમાં હોય છે.

પરંતુ અહીં એક ટેસ્ટી અને હેલ્ધી બીટરૂટ કટલેટની રેસીપી શેર કરી છે જે તે ફરાળમાં ખાઈ શકો છો, અહીં જાણો ફરાળી બીટરૂટ કટલેટ રેસીપી

બીટરૂટ (beetroot) તેના અનેક સ્વાસ્થ્ય ગુનો માટે જાણીતા છે, તેનું સેવન કરવાથી હિમોગ્લોબીનની ઉણપ પુરી થાય છે.

ફરાળી બીટરૂટ કટલેટ રેસીપી સામગ્રી

2 બાફેલા છીણેલા બીટ, 2 મેશ કરેલા બાફેલા બટાકા, 1 બારીક સમારેલું લીલું મરચું, 1 ચમચી છીણેલું આદુ, 2 ચમચી કોથમીરના પાન

ફરાળી બીટરૂટ કટલેટ રેસીપી સામગ્રી

1/2 ચમચી જીરું પાવડર, ¼ ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું, 2 ચમચી રાજગરાનો લોટ (બાઇન્ડિંગ માટે), તેલ શેકવા માટે

ફરાળી બીટરૂટ કટલેટ રેસીપી

બીટરૂટ કટલેટ બનાવવા માટે સૌ પ્રથમ જણાવેલ બધીજ સામગ્રી મિક્સ કરો, જેમાં બીટ, બટાકા, લીલા મરચા, આદુ, કોથમીર, જીરું, લાલ મરચું પાઉડર, સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અને બાઈન્ડીંગ માટે રાજગરાનો લોટ મિક્ષ કરો.

ફરાળી બીટરૂટ કટલેટ રેસીપી

હવે આ મિશ્રણમાંથી નાના કટલેટ બનાવો, અને એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં કટલેટ બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.

ફરાળી બીટરૂટ કટલેટ રેસીપી

આ ફરાળી બીટરૂટ કટલેટને લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

Shravan Maas 2025| ખજૂર પાક રેસીપી, શ્રાવણ માસ ઉપવાસમાં એનર્જી રહેશે ભરપૂર!