ચોમાસામાં આ ચાટ જોઇ મોંમાં પાણી આવી જશે, જાણો રેસીપી

Jul 04, 2025, 01:00 PM

ચાટ રેસીપી

ચોમાસાના વરસાદમાં લોકોને ચટપટી વાનગી ખાવાની ઇચ્છા છે. અહીં એક ચટપટી ખાસ ચાટ બનાવવાની રેસીપી આપી છે. આ ચાટ પાલકના પકોડા માંથી બને છે. સાંજે બજારની લારી જેવી કોઇ વાનગી ખાવાની ઇચ્છા થાય તો પાલક ચાટ રેસીપી ટ્રાય કરી શકાય છે.

પાલક ચાટ બનાવવા માટે સામગ્રી

પાલકના તાજા પાન, ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર અને લાલ મરચા પાઉડર, તેલ, પાણી, ખાવાનો સોડા, દહીં, ખાટીમીઠી ચટણી, લીલી ચટણી, ચાટ મસાલો, લીલું કોથમીર, ફુદીનાના પાન

પાલક ચાટ રેસીપી

સૌથી પહેલા પાલકના પાન પાણીમાં ધોઇ લો

પાલક પકોડાનું ખીરું બનાવો

એક બાઉસમાં ચણાનો લોટ, મીઠું, હળદર અને લાલ મરચા પાઉડર, પાણી અને બેકિંગ સોડા ઉમેરી પકોડાનું ખીરું બનાવો

પાલક પકોડા તળો

ગેસ પર તેલ ગરમ કરો, ત્યાર પછી પકોડાના ખીરામાં પાલકના આખા પાન ડબોડી તેલમાં મીડિયમ તાપે તળો

પાલક પકોડા

પકોડા બંને બાજુથી ક્રિસ્પી અને સહેજ બ્રાઉન રંગના તળો

દહીં ઉમેરો

હવે એક બાઉલમાં પાલકના પકોડા મૂકો, તેના પર ફ્રેશ દહીં, ચાટ મસાલો, આમલી ગોળની ચટણી, તીખી ચટણી ઉમેરો

પાલક ચાટમાં ગાર્નિશ કરો

ત્યાર પછી તેમા ઝીણી સેવ, તીખી મમરી, દાડમના દાણા, સમારેલું તાજું લીલું કોથમીર અને ફુદીનાના પાન વડે ગાર્નિશ કરી

ચટપટી પાલક ચાટ તૈયાર

તમારી ટેસ્ટી પાલક ચાટ તૈયાર છે. ચોમાસાના વરસાદમાં કંઇક ચટપટું ખાવાની ઇચ્છા થાય તો પાલક ચાટ ટ્રાય કરી શકાય છે.