પેપર જેવા ક્રિસ્પી બેસન ચીલા બનાવવા માટે 7 સિક્રેટ ટીપ્સ

Jun 25, 2025, 11:25 AM

બેસન ચીલા રેસીપી

ચોમાસામાં ભજીયા પકોડા ખાવાની બહુ ઇચ્છા થાય છે. જો કે તેલ વાળી વાનગી વધારો ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં ચીલા ઉત્તમ વાનગી છે.

બેસન ચીલા ક્રિસ્પી બનાવવ માટે ટીપ્સ

ચણાના લોટ માંથી બનેલા ચીલા સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જો કે ઘણા લોકોના હાથે ચીલા ક્રિસ્પી અને કડક બનતા નથી. અહીં ચિલા ક્રિસ્પી કરવા માટે 3 સરળ ટીપ્સ આપી છે.

બેસન ચીલાનું ખીરું

ચીલા બનાવવા માટે ચણાની ખીરું બહુ જાડું ન રાખવું. ચીલા માટેનું ખીરું થોડુંક પાતળુ રાખવું, જેથી તે તવા પર સારી રીતે ફેલાઇ જાય. ચીલા જેટલા પાતળા હશે તેટલા ક્રિસ્પી લાગશે.

ચોખાનો લોટ

ચીલા માટે ચણાનું ખીરું બનાવતી વખતે તેમા થોડોક ચોખાનો લોટ મિક્સ કરવો જોઇએ. ખીરામાં ચણાનો લોટ ઉમેરવાથી ચીલા ક્રિસ્પી બને છે.

વિનેગર

ચીલા ક્રિસ્પી બને તેની માટે ખીરામાં થોડુંક વિનેગર ઉમેરવું જોઇએ. તેનાથી ચીલા ક્રિસ્પી અને કડક બને છે.

બેકિંગ સોડા

ચીલાને ક્રિસ્પી ક્રન્ચી બનાવવા માટે ચણાના લોટના ખીરામાં બેકિંગ સોડા કે ખાવાનો સોડા ઉમેરી શકાય છે.

નોન સ્ટીક તવો

ચીલા બનાવવા માટે સારી ક્વોલિટીના નોન સ્ટીક તવાનો ઉપયોગ કરો. તવો ગરમાગરમ થયા બાદ જ ચીલાનું ખીરું રેડવું જોઇએ, તેનાથી તે તવા પર બરાબર ફેલાશે અને શેકાશે.

તેલ ન લગાવવું નહીં

ક્રિસ્પી બેસન ચીલા બનાવવા માટે ચીલાને શેકવા તેલનો ઉપયોગ કરવાનું ટાળો, તેલ લગાવવાથી ચીલા ચીકાણ થાય છે.

ચીલા બ્રાઉન શેકવા

ક્રિસ્પી ચીલા બનાવવા માટે તેને બંને બાજુથી બરાબર શેકવા જોઇએ. હંમેશા ચીલા બંને બાજુથી સહેજ બ્રાઉન રંગના શેકવા જોઇએ. ચીલા બરાબર પ્લેન હોવા જોઇએ અને કિનારી જાડી ન હોય તેનું ધ્યાન રાખો.