2 કપ ઝીણી લાંબી સમારેલી કોબીજ, 1 કપ બેસન, 2 ચમચી ચોખાનો લોટ (ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે), 1 નાની ઝીણી લાંબી સમારેલી ડુંગળી, 2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
1 ઇંચનો આદુ ટુકડો,1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી અજમો, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી તાજી કોથમીર, પાણી જરૂર મુજબ
સૌ પ્રથમ ઝીણી સમારેલી કોબીજને એક મોટા બાઉલમાં લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને છીણેલું આદુ ઉમેરો.
હવે આ મિશ્રણમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, અજમો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બધી સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરો.
તેમાં બેસન અને ચોખાનો લોટ ઉમેરો. પાણી ઉમેર્યા વગર બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. કોબીજ અને ડુંગળીમાં રહેલું પાણી જ લોટને બાંધવામાં મદદ કરશે.
જો જરૂર જણાય તો જ, 1-2 ચમચી પાણી ધીમે ધીમે ઉમેરો, જેથી ખીરું ખૂબ ઢીલું ન થઈ જાય. ભજીયા માટેનું ખીરું સહેજ ઘટ્ટ હોવું જોઈએ.
એક કડાઈમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે, ભજીયા બનાવીને તૈયાર કરો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો, અને ગરમ ગરમ સર્વ કરો.