દાળવડા રેસીપી, વરસાદમાં ખાવાની મોજ પડી જશે

Jun 16, 2025, 09:23 PM

વરસાદી સિઝન

ચોમાસું બરાબર જામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે.

દાળવડા રેસીપી

વરસાદની સિઝનમાં ઠંડા મોસમમાં દાળવડા ખાવાની મજા આવી જાય છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છે.

દાળવડા રેસીપી સામગ્રી

ચણાની દાળ, સમારેલી ડુંગળી, તેલ, બારીક સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન, બારીક સમારેલી કોથમીર, મીઠું, પાણી, આદુ, બેકિંગ સોડા, અજમો.

દાળવડા બનાવવાની રીત

દાળવડા બનાવવા માટે સૌપ્રથમ ચણાની દાળ ને 3 પાણીમાં સારી રીતે ધોઈ લો. પછી તેમાં પાણી નાખીને 4-5 કલાક પલળવા દો.

સ્ટેપ 2

ત્યારબાદ ચણાની દાળમાંથી પાણી કાઢી લો. આ પછી દાળને ગ્રાઈન્ડરમાં લીલા મરચાં, આદું, હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરીને પીસી લો.

સ્ટેપ 3

બહુ ઝીણું નહીં પણ દરદરું પીસવાનું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં અજમો, મરી અને ચપટી બેકિંગ સોડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. દાળવડા બનાવવા માટે આપણું ખીરું તૈયાર છે.

સ્ટેપ 4

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ગેસ ની ફ્લેમ મીડીયમ રાખો. હવે તેલમાં ધીમે ધીમે વડા તડો. વડા ને ધીમે ધીમે ફેરવી ને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.

સ્ટેપ 5

આ પછી આપણા ગરમાગરમ દાળવડા તૈયાર છે. તેને તળેલા લીલા મરચા, ડુંગળી કે ચા સાથે મોજથી ખાઇ શકો છો.