10-12 નંગ અળવીના પાન, 2 કપ ચણાનો લોટ, 1/4 કપ ચોખાનો લોટ (પાત્રાને ક્રિસ્પી બનાવવા માટે)
2 ચમચી આદુ-મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 2 ચમચી ધાણા-જીરું પાવડર, 1/4 ચમચી હિંગ, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂળ પાવડર, ૨ ચમચી લીંબુનો રસ, 2-3 ચમચી ગોળ, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી તેલ
2-3 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, 1/4 ચમચી હિંગ, 8-10 મીઠા લીમડાના પાન, કોથમીર
સૌ પ્રથમ, અળવીના પાનને પાણીથી બરાબર ધોઈ લો, તેની જાડી નસોને કાઢી નાખો.
એક મોટા બાઉલમાં ચણાનો લોટ, તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરું પાવડર, હિંગ, ગરમ મસાલો, આમચૂર પાવડર, ગોળનું પાણી, મીઠું અને 2 ચમચી તેલ ઉમેરો.
એક મોટી થાળી પર એક અળવીનું પાન મૂકો, તૈયાર કરેલા બેસનના ખીરાને પાન પર એકસરખી પાતળી પરત લગાવો. તેના પર બીજું પાન મૂકો અને ફરીથી ખીરું લગાવો.
પાનની બંને બાજુથી થોડી કિનારીઓને અંદરની તરફ વાળી લો અને બાફવા માટે મુકો. મધ્યમ આંચ પર 20 મિનિટ સુધી બાફો.
એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે જીરું, સફેદ તલ, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો, તેમાં કાપેલા પાત્રાના ટુકડા ઉમેરો.
ધીમા તાપે પાત્રાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો, ગરમાગરમ પાત્રાને લીલા ધાણાથી સજાવી સર્વ કરો.
અળવીના પાન ફાઈબર, વિટામિન્સ એ અને સી હોય છે અને ખનિજોથી ભરપૂર હોય છે. તે પાચનતંત્ર માટે ફાયદાકારક છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.