Cucumber Bhakri Recipe : શ્રદ્ધા કપૂરની ફેવરિટ ભાખરી, કાકડી નાખી બનાવામાં આવતી ભાખરીની રેસીપી જાણો

Jul 16, 2024, 03:53 PM

શ્રદ્ધા કપૂરને કુકુમ્બર ભાખરી પ્રિય છે, આ ભાખરીમાં ચણાનો લોટ, રાગીનો લોટ હોવાથી હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ બને છે, જાણો ભાખરીની ખાસ રેસીપી

સામગ્રી

1/2 રાગીનો લોટ, 1/4 ચણાનો લોટ, 1/2 ઘઉંનો લોટ, ચપટી હિંગ, ચપટી અજમો, 1/2 આખું જીરું, 1/2 હળદર પાઉડર, 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ, 200 ગ્રામ છીણેલી કાકડી, 2 સમારેલ લીલા મરચા, 1/2 ધાણા જીરું પાઉડર અને 1/2 ચમચી રોક સોલ્ટ, 1 સમારેલ ડુંગળી, થોડી કોથમીર

મેથડ

સૌ પ્રથમ કાકડી, ડુંગળી, લીલા મરચા સમારી લો. એક મોટા બાઉલમાં સમારેલ કાકડી, ડુંગળી,લીલા મરચા અને આદુ મરચાની પેસ્ટ મિક્ષ કરો.

કુકુમ્બર ભાખરી રેસીપી

હવે તેમાં રાગીનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, હિંગ, ચપટી અજમો, આખું જીરું, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર અને રોક સોલ્ટ ઉમેરો.

કુકુમ્બર ભાખરી રેસીપી

હવે લોટને સારી રીતે મિક્ષ કરો, તેમાં જરૂર મુજબ પાણી નાખી ભાખરીનો લોટ બાંધો.

કુકુમ્બર ભાખરી રેસીપી

એક પેન ગરમ કરો, અને ભાખરી બન્ને સાઈડ ઘી અથવા તેલ નાખીને શેકી લો. બન્ને સાઈડ શેકાઈ જાય એટલે નાસ્તામાં ચા સાથે સર્વ કરો.

Cheese Paneer Uttapam Recipe : બ્રેકફાસ્ટમાં સરળ ચીઝ પનીર ઉત્તપમ, ખુબજ ટેસ્ટી બનશે